અમદાવાદ અમદાવાદ વેજલપુર પોલીસ ( Ahmedabad Vejalpur Police )દ્વારા એમડી ડ્રગ ઝડપાયું છે. શહેરમાં ડ્રગ્સના કાળા કારોબાર પર પોલીસે ધોંસ બોલાવી છે. બે પેડલરો મોટા ડીલર બનવા જતાં પહેલા જ પોલીસના હાથે ( Drug Peddler Arrested in Ahmedabad ) ઝડપાઇ ગયાં.બંને આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સ (MD Drugs Seized ) તો મળ્યું, સાથે અગાઉ ડ્રગ્સ વેચીને કમાયેલા રૂપિયા અને વધુ જથ્થો ખરીદવા ભેગા કરેલા 7 લાખ પણ મળી આવ્યાં છે.
યુવાનોને નશાના રવાડે ચડાવી માલદાર થવાના કારસા રચતાં બે ડ્રગ પેડલરની ધરપકડ 21 ગ્રામ એમડી ડ્રગ્સની પડીકીઓ મળી પોલીસ કસ્ટડીમાં દેખાતા આ બને આરોપીઓના નામ છે ઇસતીયાક સૈયદ અને અબ્દુલ રઉફ અબ્દુલગની સૈયદ. ઇસતીયાક ફતેહવાડીના ઝેનબ ડુપ્લેક્સમાં રહે છે .જ્યારે અબ્દુલ રઉફ જુહાપુરાના સંકલિત નગરમાં રહે છે.બંને આરોપીઓ ઇસતીયાકના ઘરે ભેગા થયા હતાં. બને લોકો ઘર બંધ કરી એમડી ડ્રગ્સ કોને કેટલા રૂપિયામાં વેચવાનું છે તેનું પ્લાનિંગ કરી રહ્યા હતાં. એ પહેલા જ વેજલપુર પોલીસની ( Ahmedabad Vejalpur Police ) ટીમને બાતમી મળતાં તાત્કાલિક ત્યાં પહોંચી રેડ કરી. રેડ કરતા જ બને આરોપીઓ પાસેથી પોલીસે 21 ગ્રામ એમડી ડ્રગ્સની (MD Drugs Seized )પડીકીઓ મળી આવી. બાદમાં ઘરમાં અંદર વધુ જથ્થા માટે તપાસ કરાતા પોલીસને એક ડબ્બામાંથી 7.59 લાખ રોકડા મળી આવ્યાં. પોલીસે આરોપીઓ ( Drug Peddler Arrested in Ahmedabad ) પાસેથી 10.94 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.
મોટા ડીલર બનવાના સપનાં જોતા હતાંપકડાયેલ ડ્રગ પેડલર આરોપીઓના મગજમાં આ વિસ્તારના યુવાનોને ડ્રગના રવાડે ચઢાવવાનું ભૂત ધૂણતું હતું. કેટલાય સમયથી તેઓ એમડી ડ્રગ્સના (MD Drugs Seized ) ઓછા જથ્થા લાવી લોકોને છૂટકમાં આપી ચુક્યા છે અને તેઓને ગ્રાહકો મળી રહેતા આરોપીઓ મોટા ડીલર બનવાના સપનાં જોતા હતાં તે પહેલા જ ઝડપાઇ ગયાં. આરોપીઓ ( Drug Peddler Arrested in Ahmedabad ) પાસે મળેલી 7.59 લાખ રોકડ ડ્રગ્સની કમાણીની હોવાનું સામે આવ્યું છે. અગાઉ જે ડ્રગ્સ વેચ્યું તેનાથી તેઓએ આ રૂપિયા ભેગા કર્યા હતાં અને આ જ રૂપિયાથી વધુ ડ્રગ્સનો જથ્થો ખરીદવાના હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
વોન્ટેડ આરોપીને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાઅત્યાર સુધી એમડી ડ્રગ્સ માટે મુંબઈની લાઇન ચાલતી હતી જ્યાંથી અગાઉ પકડાયેલ આરોપીઓ ડ્રગ્સ ( Drug Peddler Arrested in Ahmedabad ) લાવ્યા હોવાનું ખુલ્યું હતું પણ ગાંજા માટે કુખ્યાત રાજસ્થાનની લાઇન એમડી ડ્રગ્સના (MD Drugs Seized ) કેસમાં પણ ખુલવા પામી છે. આરોપીઓ રાજસ્થાનના બાંસવાડાના જમશેદ ઉર્ફે જાવેદ ઉર્ફે શેખવાલા પાસેથી આ એમડી ડ્રગ્સ લાવ્યા હોવાથી આ વોન્ટેડ આરોપીને શોધવા ( Ahmedabad Vejalpur Police ) પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે વોન્ટેડ આરોપી પકડાયા બાદ પકડાયેલ આરોપીઓ અગાઉ કેટલી વાર તેની પાસેથી એમડી ડ્રગ્સ ખરીદી ચુક્યા છે તે વાતનો પર્દાફાશ થશે.