- સરકારના પરીક્ષાના નિર્ણય સામે વાલીઓ નારાજ
- 1 થી12 ધોરણ સુધી માસ પ્રમોશન આપવામાં આવે અથવા માત્ર ધોરણ 12ની જ પરીક્ષા લેવામાં આવે
- સરકાર ધોરણ 10માં માસ પ્રમોશન આપે: વાલીઓ
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી સ્કૂલ અને કોલેજમાં ઓફલાઈન અભ્યાસ ક્રમ બંધ કરવામાં આવ્યો છે. તેમજ આજે ગુરૂવારે રાજ્ય સરકાર દ્વારા પરીક્ષાને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે અને ધોરણ 1 થી 9 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, ધોરણ 1થી12 સુધીના તમામ વિદ્યાર્થીઓેને માસ પ્રમોશન આપવાની વાલીઓએ માગ કરી છે.
ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જોઈએ: વાલી આ પણ વાંચો- રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત
માત્ર ધોરણ 12ની પરીક્ષા લેવી જોઈએઃ વાલી
ધર્મેન્દ્ર પટેલ નામના વાલીએ જણાવ્યું હતું કે, ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું જોઈએ અથવા માત્ર ધોરણ 12ની જ પરીક્ષા લેવી જોઈએ. હાલ કેસ વધી રહ્યા છે, જેથી બાળકો સ્કૂલે જઈને પરીક્ષા આપી શકે એમ નથી અને ઓનલાઈન પરીક્ષામાં ચોરી થવાની શક્યતાઓ છે, જેથી વિદ્યાર્થી સાથે અન્યાય થઈ શકે છે. વિદ્યાર્થીનું ભવિષ્ય ધોરણ 12 બોર્ડની પરીક્ષા સાથે જોડાયેલું છે, એટલે માત્ર ધોરણ 12ની પરીક્ષા લેવી જોઈએ. આ ઉપરાંત વિદ્યાર્થીઓને અગાઉના માર્કના મૂલ્યાંકન પર માસ પ્રમોશન આપવું જોઈએ.
આ પણ વાંચોઃ ઓલ ગુજરાત વાલી મંડળે મુખ્યપ્રધાનને પત્ર લખી બોર્ડની પરીક્ષા જૂનમાં લેવા કરી રજૂઆત
ધોરણ 10માં માસ પ્રમોશન આપવું જોઈએઃ વાલી
આ ઉપરાંત અન્ય વાલી અમિત પંચાલે જણાવ્યું કે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં પરીક્ષા યોજવી યોગ્ય નથી, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા અલગ-અલગ દિવસે આયોજન કરીને ધોરણ 12ની પરીક્ષા લેવી જોઈએ. ધોરણ 12ના આધારે વિદ્યાર્થીએ ભવિષ્યમાં કયા ક્ષેત્રમાં જવું એ નક્કી થાય છે. ધોરણ 10ના આધારે માત્ર સાયન્સ, કોમર્સ કે આર્ટ્સની સ્ટ્રીમ જ પસંદ કરવાની હોય છે, જેથી ધોરણ 10માં માસ પ્રમોશન આપવું જોઈએ. જોકે, ધોરણ 12માં માસ પ્રમોશન ના આપવું જોઈએ. જો પરીક્ષા ના લઈ શકાય તેમ હોય તો અગાઉના ધોરણના માર્ક્સ ના આધારે માર્કસ આપવા જોઈએ. સરકારના આ નિર્ણયને લઈને વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આગામી સમયમાં સરકારે કરેલી જાહેરાતમાં કોઈ ફેરફાર આવે છે કે નઈ તે જોવું રહ્યું.