ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદની માર્કેટોમાં દિવાળી પહેલા ગ્રાહકોની ચમક જોવા મળી - દિવાળીના તહેવાર નિમિતે માર્કેટ તેજી

2021 ની દિવાળી માર્કેટ માટે શુભ નીવડી રહી છે. અમદાવાદના જુદા-જુદા માર્કેટમાં દિવાળીની ખરીદી કરવા માટે લોકો નીકળી પડ્યા છે. શનિવાર-રવિવાર ની રજાઓમાં અમદાવાદના મોટા મોલ અને બ્રાન્ડેડ શોપ્સ ઉપરાંત સ્ટ્રીટ માર્કેટમાં ભીડ દેખાઈ રહી છે. અમદાવાદમાં ભદ્ર બજાર, નેહરુનગર સહિતના પાથરણા માર્કેટોમાં હજારો લોકો ખરીદી કરવા ઉમટી રહ્યા છે.

અમદાવાદની માર્કેટોમાં દિવાળી પહેલા ગ્રાહકોની ચમક જોવા મળી
અમદાવાદની માર્કેટોમાં દિવાળી પહેલા ગ્રાહકોની ચમક જોવા મળી

By

Published : Oct 25, 2021, 8:01 PM IST

  • 'લોકલ ફોર વોકલ'ના સૂત્રને લોકોએ પ્રાધાન્ય આપ્યું
  • આ વર્ષે દિવાળીના તહેવાર નિમિતે માર્કેટ તેજી
  • સ્ટ્રીટ માર્કેટમાં લોકો ખરીદી કરવા ઉમટ્યા

અમદાવાદ : અમદાવાદના વ્યાપારીઓનું કહેવું છે કે, ગયા વર્ષે કોવિડના કારણે ઓછા માલનું વેચાણ થયું હતું. જેનો સ્ટોકનું ક્લીયરન્સ આ વર્ષે થઈ રહ્યું છે, બીજી તરફ કાપડની આવક પણ છે. પરિણામે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કોઈ ભાવમાં વધારો જોવા મળ્યો નથી. રસીકરણને કારણે કોરોનાના કેસો નહિવત છે. તેમજ આ વખતે લોકો ખરીદી કરવાના મૂડમાં હોવાથી ભાવ વધારીને વેપારીઓ પોતાના ગ્રાહક ગુમાવવા માગતા નથી.

અમદાવાદની માર્કેટોમાં દિવાળી પહેલા ગ્રાહકોની ચમક જોવા મળી

સ્ટ્રીટ બજારમાં ભીડ જોવા મળી

અમદાવાદનું લો ગાર્ડન માર્કેટ મહિલાઓ માટે છે અહીંયા મહિલાઓને લગતી મોટાભાગની સામગ્રી મળી રહે છે. બીજી તરફ વડાપ્રધાનના 'લોકલ ફોર વોકલ'ના સૂત્રને લોકો પ્રાધાન્ય આપી રહ્યા છે. જેથી દરેકને દિવાળીનો લાભ મળી રહે. મોલ્સ અને બ્રાન્ડેડ દુકાનોમાં જેટલી ભીડ જોવા મળે છે. તેટલી જ અને તેના કરતા પણ વધુ ભીડ સ્ટ્રીટ બજારમાં જોવા મળી રહી છે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ પણ આ બજારોમાંથી ખરીદી કરતો હોય છે. સ્ટ્રીટ માર્કેટમાં જુદા-જુદા રાજ્યની વસ્તુઓ તેમજ હસ્તકલાની વસ્તુઓની ખરીદી પણ વધુ જોવા મળે છે.

આ પણ વાંચો : Gujarat Police નું વેતન અન્ય રાજ્યના કર્મીઓ કરતા ઓછું: રાજપૂત કરણી સેના

આ પણ વાંચો : જમીન માલિકના ઓરિજનલ સમજૂતી કરાર અને ખોટા સહી સિક્કા કરી ઓછા ભાવમાં જમીન વેચવાનું કાવતરું

ABOUT THE AUTHOR

...view details