ગુજરાત

gujarat

By

Published : May 21, 2021, 8:44 PM IST

ETV Bharat / city

આંશિક નિયંત્રણ હળવું કરાતા માંડલ APMCમાં હરાજીમાં તેજી, માર્કેટયાર્ડ ફરી ધમઘમી ઉઠતા ખેડૂતો રાજીના રેડ

માંડલનું માર્કેટ યાર્ડ પણ ઘણા સમયથી આંશિક જ ખુલ્લું રહેતું હતું. જેના કારણે હરાજીની પ્રક્રિયા પણ કરવામાં આવતી ન હતી. જોકે સરકારે ફરીવાર તમામ રોજગાર ધંધા સવારે 9થી બપોરે 3 સુધી ખોલવાની સંપૂર્ણ છૂટ આપી દીધી છે, ત્યારે આજે શુક્રવારે માંડલ માર્કેટયાર્ડમાં રાબેતા મુજબ હરાજી પ્રક્રિયા શરૂ કરાઈ હતી.

Mandal News
Mandal News

  • સરકારે તમામ ધંધા સવારે 9થી બપોરના 3 સુધી ખોલવા માટેની છૂટ આપી
  • માર્કેટયાર્ડમાં રાબેતા મુજબ હરાજી પ્રક્રિયા શરૂ કરાઈ
  • માંડલ APMCમાં હરાજીમાં તેજી

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે સરકારે આંશિક નિયંત્રણ પર રાહત આપી છે. જે નિયંત્રણો હતા, તે પણ હવે હળવા કર્યા છે. સરકારે ફરી એકવાર તમામ ધંધા સવારે 9થી બપોરના 3 સુધી ખોલવા માટેની છૂટ આપી છે. આજે શુક્રવારે માંડલ માર્કેટયાર્ડમાં રાબેતા મુજબ હરાજી થઈ હતી.

આંશિક નિયંત્રણ હળવું કરાતા માંડલ APMCમાં હરાજીમાં તેજી

આ પણ વાંચો : માંડલ ખંભલાય માતાજી સંસ્થા દ્વારા જરૂરિયાતમંદોને રાશનકીટનું વિતરણ કરાયું

APMCમાં સારા ભાવ ખેડૂતોને મળતા ખેડૂતોમાં આનંદની લાગણી

APMCમાં પણ રાબેતા મુજબ હરાજી શરૂ થઈ હતી. જેથી ખેડૂતો અને વેપારીમાં પણ રાબેતા મુજબ માર્કેટયાર્ડ શરૂ થતા ખુશી જોવા મળી હતી. આ હરાજીમાં જીરું, એરંડા, ઘઉં, અજમો, ઈસબગુલના પોષણ ભાવ ખેડૂતોને મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details