- થિયેટર પહેલાં શેમારૂમી એપ પર ડિજિટલ ફર્સ્ટ રિલિઝ
- મલ્હાર ઠાકર અને કથા પટેલ છે મુખ્ય ભૂમિકામાં
- ગુજરાતી ઓ.ટી.ટી. પ્લેટફોર્મ શેમારૂમી પર થઈ છે રિલીઝ
અમદાવાદઃ તાજેતરમાં જ પ્લેટફોર્મે બ્લોકબસ્ટર મૂવીઝ, નાટક, ઓરિજનલ વેબ સિરિઝ વગેરે સાથે શ્રેણીબદ્ધ કન્ટેન્ટ દર્શકો સમક્ષ રજૂ કરવાની જાહેરાત કરી હતી. જે દર્શકોને નવા પ્રીમિયમ ટાઇટલ ઓફર કરવાની પોતાની ખાતરી સાથે આગળ વધી રહ્યું છે.
ગુજરાતી થ્રીલર રોમ-કોમ સ્વાગતમનું થિયેટર પહેલાં આજે ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રિમિંગ શરૂ થયું છે તથા ઘણાં સમય બાદ મલ્ટીસ્ટારર ગુજરાતી ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઉપર દર્શકો સમક્ષ પ્રસ્તુત થઇ છે. તેમાં એવાં પરિવારની વાર્તા છે કે જે અનોખો અને રહસ્યોથી ભરપૂર છે તથા કોમેડીથી ભરપૂર સીન સાથે દર્શકોને મનોરંજન પૂરું પાડે છે. ફિલ્મમાં મલ્હાર ઠાકર, કથા પટેલ લીડ રોલમાં જોવા મળી રહ્યાં છે અને તેમની સાથે ચેતન ધાનાણી, ઓજસ રાવલ, વંદના પાઠક અને જય ઉપાધ્યાય સહિતના દિગ્ગજ કલાકારો પણ સામેલ છે. આ થ્રીલર રોમ-કોમનું ડાયરેક્શન નીરજ જોષીએ કર્યું છે. આ પરિવાર સાથે જોઇ શકાય તેવી ફિલ્મ થ્રીલર, રોમાંચ અને કોમેડીથી ભરપૂર છે અને દર્શકોને મનોરંજન પૂરું પાડશે તેવો વિશ્વાસ છે.
આ પણ વાંચોઃ રેલવેના DFCCIL દ્વારા ગટર માટે ખોદેલી ચેનલમાં ડૂબી જતા માતા-પુત્ર સહિત 3 લોકોના થયા મોત
અભિનેતા મલ્હાર ઠાકરે ફિલ્મ વિશે જણાવ્યું
ફિલ્મની રજૂઆત વિશે વાત કરતાં અભિનેતા મલ્હાર ઠાકરે જણાવ્યું હતું કે, “અનિશ્ચિતતા અને મૂશ્કેલ સમય વચ્ચે કલાકારો સુરક્ષિત અને મનોરંજક માહોલની રચના કરે તે અત્યંત જરૂરી છે. અમારી નવી ફિલ્મ સ્વાગતમનો ઉદ્દેશ્ય દર્શકોનું ધ્યાન બીજી તરફ આકર્ષિત કરવાનું છે અને ઓટીટી પ્લેટફોર્મ દ્વારા દર્શકો થિયેટર પહેલાં ડિજિટલ ફર્સ્ટ રિલિઝની એક્સેસ મેળવી રહ્યાં છે. મને વિશ્વાસ છે કે દર્શકો તેમના ઘરે સુરક્ષિત અને અનુકૂળતા મૂજબ ફિલ્મની મજા માણી શકશે.”
અભિનેત્રી કથા પટેલે જણાવ્યું હતું કે, “હાલનો સમય ખૂબજ પડકારજનક છે અને ઓટીટી સ્ક્રીન તરફ વળવું ચોક્કસપણે ધ્યાન બીજી તરફ ખેંચશે. મને આશા છે કે મારી પ્રથમ ફિલ્મ સ્વાગતમ દર્શકોને મૂશ્કેલ સમયમાં મનોરંજન પ્રદાન કરશે. દર્શકો ઘરે રહીને સલામતીની માર્ગદર્શિકાઓનું પાલન કરી રહ્યાં છે ત્યારે મને ખુશી છે કે આ ડિજિટલ ફર્સ્ટ રિલિઝ સાથે અમે તેમને એન્ટરટેઇનમેન્ટ પ્રદાન કરતાં રહીશું. દર્શકો તરફથી અમારી ફિલ્મને સારો પ્રતિસાદ મળવાનો મને વિશ્વાસ છે.”
આ પણ વાંચોઃ EXCLUSIVE : વેબસિરિઝ "વાત વાત માં"ને લઇને મલ્હાર ઠાકર સાથે ખાસ વાતચીત