અમદાવાદ: શિયાળામાં મોટાભાગે દરેક પ્રકારની શાકભાજી મળતી હોય છે, જેમાંથી ઊંધિયું બને છે. ઉધીયું સુરતી વાનગી છે, જે ખુબ જ વખણાય છે. જો અમદાવાદની ઉત્તરાયણની (Makar sankranti 2022) વાત કરવામાં આવે તો પતંગ અને દોરીની સાથે અમદાવાદવાસીઓ આ દિવસે તલસાકળી, સિંગ ચીકી, જામફળ, બોર, શેરડી, ઊંધિયું અને જલેબી જેવા વ્યંજનો આરોગતા હોય છે. વહેલી સવારથી ઉંધિયા અને જલેબી ખરીદવા ફરસાણની દુકાન ઉપર અમદાવાદવાસીઓ લાઈન લગાવતા હોય છે.
ઊંધીયા જલેબીનો કરોડોનો વેપાર
છેલ્લા 30 વર્ષ કરતા પણ વધુ સમયથી જેમની પેઢી ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલી છે, તેવા હિતેશ નાગરે ETV ભારતને જણાવ્યું હતું કે, ઊંધિયાનો સ્વાદ દેશ-વિદેશમાં પ્રસરેલો છે. અમિતાભ બચ્ચને પણ ઊંધીયાના વખાણ કર્યા છે. દર વર્ષે ઉતરાયણના દિવસે અમદાવાદમાં 15 ટનથી વધુ ઊંધીયાનું વેચાણ થાય છે, જેની કિંમત કરોડોમાં થવા જાય છે. આ વર્ષેશાકભાજીના ભાવ વધુ હોવાથી ઊંધીયાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે, ગયા વર્ષે 300 રૂપિયે કિલોની આસપાસ વેચાતું ઊંધિયું આ વખતે 400ની નજીક પહોંચ્યું છે.
અમદાવાદીઓએ માણી ઉત્તરાયણની મજા