- લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાનું અમદાવાદ એરપોર્ટમાં આગમન
- મીડિયાને સંબોધતા કહ્યું "કેમ છો"
- પ્રદેશ ભાજપના પ્રમુખ CR પાટિલ અને ગૃહ રાજ્ય પ્રધાન રહ્યાં ઉપસ્થિત
અમદાવાદઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક કેવડિયા ટેન્ટ સિટીની અંદર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની ઉપસ્થિતિમાં બે દિવસીય 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિગ ઓફિસર્સ કોન્ફરન્સ યોજાવાની છે.
કેવડિયા ખાતે કોન્ફરન્સમાં આપશે હાજરી
આ કોન્ફરન્સમાં દેશનાં વિવિધ રાજ્યોના વિધાનસભાના અધ્યક્ષ સહિત લોકસભા રાજ્યસભાના અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે. જેને લઇને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. તેમનું સ્વાગત કરવા માટે પ્રદેશ ભાજપના પ્રમુખ CR પાટિલ, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ એરપોર્ટથી બહાર આવ્યા બાદ મીડિયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, તમામ મિત્રો "કેમ છો" તેવું જણાવ્યાં બાદ તેઓ સીધા જ ગાંધીનગર જવા માટે રવાના થયા હતા.
લોકસભા સ્પીકર ઓમ બિરલાનું અમદાવાદ એરપોર્ટ પર આગમન કોરોના કાળમાં કોન્ફરન્સનું આયોજન!!
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને જ્યારે કોરોના મહામારીમાં આ કોન્ફરન્સ યોજાવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, તમામ પ્રશ્નોના જવાબ તેઓ જે આજે બપોરે થનારી પત્રકાર પરિષદ છે, તેમાં આપશે.
લોકસભા સ્પીકર ઓમ બિરલાનું અમદાવાદ એરપોર્ટ પર આગમન