- ઉત્તરાયણમાં કોરોનાની અસર
- અમદાવાદમાં ઠેરઠેર ઊંધિયું, જલેબીના મંડપ લાગ્યા
- વેપારીઓમાં ' કહીં ખુશી કહીં ગમ'
અમદાવાદમાં ઊંધિયા માટે ક્યાંક કતારો તો ક્યાંક મંડપો ખાલીખમ
અમદાવાદ: કોરોના મહામારી વિશ્વમાં ફેલાઇ ત્યારથી તહેવારો અને ઉત્સવો ફિક્કા પડી ગયા છે. દરેક તહેવારોની ઉજવણીમાં ઉત્સાહ, ઉમંગમાં ઓટ જોવા મળી છે. કોરોના પછી આવેલા તહેવારોમાં ઉત્તરાયણનું પણ આગમન થયું છે.
અમદાવાદમાં ઊંધિયા માટે ક્યાંક કતારો તો ક્યાંક મંડપો ખાલીખમ ઉતરાયણમાં ઊંધિયાની મોજ
ઠંડીની ૠતુમાં આવતી મકર સંક્રાંતિના આ પતંગોત્સવમાં ગુજરાતીઓ ઊંધિયું, જલેબી અને લીલવાની કચોરી બનાવી તેને ખોરાકમાં લેતા હોય છે. જો કે, મોટા ભાગે શહેરી વિસ્તારમાં બહારથી તૈયાર ઊંધિયું, જલેબી લાવી ધાબા પર કે ઘરે ભેગા મળી લોકો મજા માણતા હોય છે. ઊંધિયા અને ફરસાણ માટે વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળે છે.