ગુજરાત

gujarat

ETV Bharat / city

એક દિવસની હડતાલ પાડી LIC કર્મચારીઓેએ સરકારના ખાનગીકરણના નિર્ણયનો વિરોધ કર્યો - LICના કર્મચારીઓનો સરકાર વિરુદ્ધ આક્રોશ

ભારત સરકાર દ્વારા ભારતીય જીવન વીમા નિગમના ખાનગીકરણ કરવાના નિર્ણયને લઇને કર્મચારીઓ દ્વારા સરકાર સામે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જેને લીધે એલ.આઇ.સી ના તમામ કર્મચારીઓએ એક દિવસીય હડતાલ પાડી અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

LICના કર્મચારીઓની હડતાળ
LICના કર્મચારીઓની હડતાળ

By

Published : Mar 18, 2021, 11:10 PM IST

  • એક દિવસની હડતાલ કરી કર્મચારીઓનો સરકારના નિર્ણયનો વિરોધ કર્યો
  • LICના કર્મચારીઓની હડતાળ
  • LICના કર્મચારીઓનો સરકાર વિરુદ્ધ આક્રોશ
  • સરકાર LIC એક્ટમાં ફેરફાર કરે તેવી કર્મચારીઓને આશંકા

આ પણ વાંચોઃશુક્રવારે ભારતીય જીવન વીમા નિગમના કર્મચારીઓની દેશભરમાં હડતાળ

અમદાવાદઃસરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ દરમિયાન ભારતીય જીવન વીમા નિગમને ખાલી કરવાને લઈને પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. જેને લઇને ભારતીય જીવન વીમા નિગમ આગામી થોડા સમયમાં IPO પણ બહાર પાડશે અને ખાનગીકરણ કરવામાં આવશે. ભારતીય જીવન વીમા નિગમના કર્મચારીઓ સરકાર દ્વારા કરવામાં આવેલા ખાનગીકરણના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. સમગ્ર દેશમાં LICના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.

એક દિવસની હડતાલ પાડી LIC કર્મચારીઓેએ સરકારના ખાનગીકરણના નિર્ણયનો વિરોધ કર્યો

આ પણ વાંચોઃઆણંદમાં બેંક અને LIC કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા

દેશમાં સૌથી સસ્તી પોલીસી હાલ LICની છે

દેશમાં જીવન વીમા નિગમની અનેક ગ્રાન્ટો છે જેને ગુરૂવારે બંધ રાખીને દેશભરમાં વિરોધ પ્રદર્શનનો કર્મચારીઓએ કાર્યક્રમ કર્યો હતો. મહત્વનું છે કે કર્મચારીઓને શંકા છે કે સરકાર દ્વારા જીવન વીમા નિગમના નિયમોમાં પણ ફેરફાર કરી શકે છે. કર્મચારીઓએ તથા વીમાધારકને મોટું નુકસાન થઈ શકે છે, બીજી બાજુ દેશમાં સૌથી સસ્તી પોલીસી હાલ LICની છે. જેનાથી દેશમાં નાના માણસને ઘણો લાભ મળતો હોય છે ત્યારે કર્મચારીઓ દ્વારા ભારતીય જીવન વીમા નિગમનું ખાનગીકરણ અટકાવવા માટે હડતાળ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details