ગુજરાત

gujarat

By

Published : Feb 8, 2021, 10:13 PM IST

ETV Bharat / city

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડિજિટલ પ્રચાર માટે રાજનેતા એપ લોન્ચ

રાજ્યમાં 6 મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા તાળમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે હવે તમામ રાજકીય પક્ષ ડિજિટલ પ્રચાર કરી શકે તે માટે રાજનેતા નામની એક એપ તૈયાર કરવામાં આવી છે. જેનાથી કોઈ પણ પક્ષના ઉમેદવાર તેના વિસ્તારમાં રહેતા લોકો સુધી સરળતાથી માહિતી પહોંચાડી શકશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડિજિટલ પ્રચાર માટે રાજનેતા એપ લોન્ચ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડિજિટલ પ્રચાર માટે રાજનેતા એપ લોન્ચ

  • ઉમેદવારને પોતાના મતદારો સુધી પહોંચવા માટે રાજનેતા એપ લોન્ચ
  • એક ક્લિકમાં ઉમેદવારની તમામ માહિતી આ એપમાં મળી જશે
  • ઉમેદવારની સંપૂર્ણ વિગતની કોપી તૈયાર થઈ જશે
    સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડિજિટલ પ્રચાર માટે રાજનેતા એપ લોન્ચ

અમદાવાદઃ રાજ્યમાં 6 મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા તાળમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે હવે તમામ રાજકીય પક્ષ ડિજિટલ પ્રચાર કરી શકે તે માટે રાજનેતા નામની એક એપ તૈયાર કરવામાં આવી છે. આ રાજનેતા એપમાં ચૂંટણીપંચ દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારની માહિતીનો ડેટા સંગ્રહ કરેલો હોય છે. જેમાં ઉમેદવાર જો એપ થકી પોતાનું નામ અંદર દાખલ કરે તો તેની સંપૂર્ણ વિગતની કોપી તૈયાર થઈ જાય છે. જેથી તે તેને વોટ્સઅપ કે SMSના માધ્યમ દ્વારા સ્થાનિક લોકો સુધી પહોંચાડી શકાય છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી દરમિયાન દરેક પક્ષ મતદાર યાદીને લઇને બૂથ ઉપર કાર્યકર્તાઓને બેસાડે છે. જેમાં ઘણી વાર નામ ન મળવાના કારણે મતદાર પણ મતદાન કરવા નથી જઈ શકતો. જેથી આ એપની મદદથી એક મિનિટથી ઓછા સમયમાં કોઈપણ વિસ્તારના કોઈ પણ નાગરિકને મતદાનને લગતી માહિતી મેળવી શકાય છે.

ઉમેદવારની સંપૂર્ણ માહિતી મળશે

આ અંગે એપના ડેવલોપરે જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરીએ તો આજે ઘણા સ્થાનિક લોકો તેમના કાઉન્સિલરનું નામ નથી જાણતા, માત્ર પક્ષને ઓળખતા હોય છે. જો કે, આ એપની મદદથી પક્ષના નામની સાથે ઉમેદવારની નામથી માંડીને તેના ઘરના સરનામાની માહિતી પણ સ્થાનિકો સુધી એક જ ક્લિકમાં પહોંચાડી શકાશે. આ સાથે ઉમેદવાર પોતાના કાર્યકર્તાઓ સાથે વ્યક્તિ પ્રચાર પણ કરાવી શકશે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડિજિટલ પ્રચાર માટે રાજનેતા એપ લોન્ચ

એપના કારણે પ્રચાર ખર્ચ ઘટશે તેમજ ઇકોફ્રેન્ડલી સાબિત થશે

દર વર્ષે ચૂંટણી પહેલાં તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારને સ્લીપ છપાવીને લોકોના ઘર સુધી પહોંચાડવામાં ઘણો ખર્ચ કરે છે, પરંતુ આમ છતાં તે વધુ અસરકારક સાબિત થઈ શકતી નથી. જો કે, આ એપથી ખર્ચ પણ ઘટાડી શકાશે અને આ એક રીતે ઇકોફ્રેન્ડલી સાબિત થશે. આ એપના વિક્રેતાએ જણાવ્યું હતું કે, આ એપનો ઉપયોગ મહારાષ્ટ્રમાં ઘણી પાર્ટી કરી ચૂકી છે અને જેનાથી તેણને ફાયદો પણ થયો છે.

ABOUT THE AUTHOR

...view details