ગુજરાત

gujarat

અમદાવાદઃ ઇન્કમટેક્સ વિભાગમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા નવો પ્રોજેક્ટ શરૂ કરાયો

દેશમાં આજે ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ઈન્કમ ટેક્ષ વિભાગ દ્વારા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં અગાઉ જે એસેસમેન્ટ માટે એસેસીને ઇન્કમટેક્સ ઓફિસે આવવું પડતું હતું. હવે ફિઝીકલ આવ્યા વગર જ એસેસમેન્ટ થઈ જશે. દિલ્હીથી જે નોટિસ આવે તેનો ઇમેઇલથી જવાબ આપવાનો રહેશે.

By

Published : Aug 3, 2020, 11:00 PM IST

Published : Aug 3, 2020, 11:00 PM IST

અમદાવાદઃ ઇન્કમટેક્સ વિભાગમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા નવો પ્રોજેક્ટ શરૂ કરાયો
અમદાવાદઃ ઇન્કમટેક્સ વિભાગમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા નવો પ્રોજેક્ટ શરૂ કરાયો

અમદાવાદ: દેશના 8 શહેરમાં આ પ્રોજેકટ ગત વર્ષે શરૂ કરાયો હતો. દેશભરમાં 58319 કેસ ફેસલેસ એસેસમેન્ટના પાયલોટ પ્રોજેકટ અંતર્ગત નોટિસ અપાઇ હતી. પાયલટ પ્રોજેકટમાં કરદાતાઓ તરફથી સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ફેસલેસ પ્રોજેક્ટ અંતર્ગત ઇમેઇલથી કરદાતાઓને નોટિસ મોકલાશે. જેનો જવાબ નક્કી કરાયેલા દિવસોમાં કરદાતાઓએ ઇમેઇલથી આપવાનો રહેશે. નક્કી કરાયેલ ક્રાઇટેરિયા મુજબ કરદાતાઓને રેન્ડમલી નોટિસ મોકલાશે. મોકલાયેલી નોટિસનો જવાબ ઓનલાઈન આવે ત્યારે 4 વિભાગ દ્વારા તેની ચકાસણી કરવામાં આવશે.

અમદાવાદઃ ઇન્કમટેક્સ વિભાગમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા નવો પ્રોજેક્ટ શરૂ કરાયો

આ ચાલુ વર્ષે 58319 નોટિસ મોકલવામાં આવી છે. જેમાંથી ગુજરાતમાં 4666 નોટિસ મોકલવામાં આવી છે. ફેસલેશ એસેસમેન્ટ સિસ્ટમના અમલીકરણથી ઇન્કમટેક્સ વિભાગમાં ભ્રષ્ટાચારનો કોઈ અવકાશ રહેશે નહી તેવી ઇન્કમટેક્સ વિભાગને આશા છે.

ABOUT THE AUTHOR

...view details