અમદાવાદ : દેશભરમાં નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કોરોનાના બે વર્ષ બાદ (Kushmanda Mata Puja Navratri) નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હોવાથી ખેલૈયોમાં ભારે ઉત્સાહ પૂર્વક ગરબા રમી રહ્યા છે. પાર્ટી પ્લોટ, શેરી ગરબાઓમાં પણ ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે નવરાત્રીના નવ દિવસ નવદુર્ગાની પૂજા કરવામાં આવતી હોય છે. તો આવો જાણીએ નવરાત્રિના ચોથા દિવસે કુષ્માંડા માતાજીની કેવી રીતે પૂજા કરવી જોઈએ.
નવરાત્રીના ચોથા દિવસે કુષ્માંડા માતાજીનું વિશેષ મહત્વ જાણો કુષ્માંડા સ્વરૂપકુષ્માંડા નવ દેવીઓમાંથી ચોથો અવતાર માનવામાં આવે છે. માં કુષ્માંડાની આઠ ભુજાઓ હોય છે. જેને કારણે તેમને અષ્ઠભુજાના નામથી ઓળખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે માંના એક હાથમાં જપમાળા હોય છે. આ સાથે અન્ય સાત હાથમાં ધનુષ, બાણ, કમંડળ, કમળ, અમૃત પૂર્ણ કળશ, ચક્ર અને ગદા સામેલ છે. (Navratri 2022 in Ahmedabad)
કેવી રીતે પૂજા કરવીમાં દુર્ગા અને નવ સ્વરૂપોની સાથે કળશની (Kushmanda mata mantra) પૂજા કરો. માં દુર્ગાને સિંદૂર, પુષ્પ, માળા, અક્ષત વગેરે ચઢાવો. ત્યારબાદ માલપુઆનો ભોગ ધરાવો અને પછી જળ અર્પણ કરવુ. ત્યારબાદ ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવીને માં દુર્ગા ચાલીસા, દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો. માતાજીના મંત્રના આશરે 108 વખત જાપ કરી શકાય છે.(Navratri in Ahmedabad Fourth day)
પૂજાથી શું ફળ મળેમાતા કુષ્માંડાની પૂજા કરવાથી સાધકના તમામ દુ:ખ-દર્દ દૂર થાય છે આધી, વ્યાધિ જે પીડા હોય અથવા પૂર્વ જન્મ કોઈ પીડા હોય તેની સામે કુષ્માંડા દેવી તેની સામે રક્ષણ આપે છે. અનાહદ ચક્ર પણ વધારો થાય છે.એટલે કે તેની ઉર્જામાં પણ વધારો થાય છે.માતા કુષ્માંડાની પૂજા કરવાથી સાહસની સાથે સૌમ્યતા અને વિનમ્રતામાં વધારો થાય છે. ઉલ્લેખનીય છે કે, નવલી નવરાત્રીમાં માતાને રીજવવામાં આવે છે ત્યારે ચોથું નોરતુું માતા કુષ્માંડાનું વિશેષ મહત્વ હોય છે. (Navratri organized in Ahmedabad)