- મહારાષ્ટ્રના નવાબ મલિકનો ગુજરાતના પ્રધાન પર ડ્રગ્ઝને લઇ આક્ષેપ
- ભાવનગર આવેલા કિરીટસિંહ રાણાએ આક્ષેપ વિશે ખુલાસો કર્યો
- ખોટી વાત છે હું કોઈને ઓળખતો નથી જાહેર જીવનમાં મળ્યું હોય કોઈ - રાણા
- શિક્ષણપ્રધાન જીતુભાઈ વાઘાણીએ ચેલેન્જ આપીઃ સાબિત કરી આપે
ભાવનગરઃમહારાષ્ટ્ર ડ્રગ્સ કેસમાં ( Drugs Case ) નવાબ માલિકે મુન્દ્રામાં પકડાયેલા ડ્રગ્સ બાદ ગુજરાતના પ્રધાન કિરીટસિંહ રાણા ( Kiritsinh Rana ) પર આક્ષેપ કરતા મામલો ગરમાયો છે. ગુજરાત ભાજપ અને પ્રધાનોએ સામા પ્રહારો શરૂ કર્યા છે.
કિરીટસિંહ રાણાએ શું કહ્યું નવાબ મલિકના આક્ષેપમાં
મહારાષ્ટ્ર ડ્રગ્સ કેસ મામલામાં જે રીતે એનસીપી નેતા નવાબ મલિક ( Nawab Malik's allegation in drugs case ) એક પછી એક પ્રધાનોને નેતાઓના નામ ખોલતાં જાય છે અને હવે જ્યારે મુન્દ્રામાંથી 350 કરોડના પકડાયેલા ડ્રગ્સ બાદ અમદાવાદની એક હોટલમાં મનીષ ભાનુશાળી અને કિરણ ગોસાવી સહિત ચાર શખ્સો જે ડ્રગ્સ કેસના આરોપી છે તેઓ મળ્યા હોવાનો નવાબ મલિકે આક્ષેપ કિરીટસિંહ રાણા પર કર્યો હતો. જેને લઇને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.