રાજ્ય સરકાર હાર્દિક પટેલ સામે બદલાની ભાવના રાખી રહી છેઃ કિંજલ પટેલ - વીડિયો વાયરલ
કોંગ્રેસના અગ્રણી નેતા અને પાટીદાર અનામત આંદોલન ચલાવનાર હાર્દિક પટેલ કેટલાય દિવસોથી ગાયબ છે, ત્યારે તેમના પત્ની કિંજલ પટેલનો વિડિયો વાયરલ થયો છે, તેમણે વિડિયોમાં તેમની વ્યથા રજૂ કરી છે. હાર્દિક પટેલ સામે રાજ્ય સરકાર દ્વારા કિન્નાખોરી રખાઈ રહી છે, તેઓ ભાજપમાં ન જોડાયા તો તેમને કેસોમાં ફસાવ્યા છે.
રાજ્ય સરકાર હાર્દિક પટેલ સામે બદલાની ભાવના રાખી રહી છે
અમદાવાદઃ હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે વિડિયોમાં કહ્યું છે કે તેઓ 18 જાન્યુઆરીથી ઘેર નથી આવ્યા, તેઓ કયા છે, તેનો અત્તો પત્તો નથી, હાલમાં અમારા ઘરમાં અને કુંટમબીજનોને ત્યાં શુભ પ્રસંગો ચાલી રહ્યા છે, પરિવારના પ્રસંગમાં હાર્દિક પટેલની ગેરહાજરી છે, તો અમારો પરિવાર દુઃખી છે. આજે જે પરિસસ્થિતીમાં અમે છીએ, તેવી પરિસ્થિતી તમારી ન થાય, અને થશે તો સહન કરી શકશો. અમારો પરિવાર તો નિડર છે, અને ભગવાને અમને સહન કરવાની શક્તિ આપી છે.