ગાંધીનગર: દિલ્હી વિધાનસભા (Delhi Assembly 2022)માં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના વિવાદાસ્પદ ભાષણને લઇને જીતુ વાઘાણીએ નિવેદન (Kejriwal On Kashmir Files) આપ્યું છે. રાજ્યના પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણી (Jitu Vaghani On Kashmir Files)એ પ્રશ્ન કર્યો હતો કે,કાશ્મીરના પંડિતોની તે સમયે કેવી હાલત (Kashmiri Pandit Genocide) હતી અને દિલ્હીમાં કેવી (kashmiri pandits in delhi) રીતે રહેતા હતાં શું તે તમે જોયું છે?
અરવિંદ કેજરીવાલ ફક્ત જૂઠ્ઠાણું ફેલાવે છે મેં ગુજરાતના કાશ્મીર પંડિતની વેદના જાણી છે- જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કાશ્મીર ફિલ્મ્સ મેં ગુજરાતમાં જે કાશ્મીરી પંડિતો (kashmiri pandits in gujarat) અત્યારે વસવાટ કરી રહ્યા છે તેમની સાથે રહીને આ ફિલ્મ જોઈ છે અને તેમની સાથે તે સમયની વાતો પણ કરી છે. તેમની વેદના પણ જાણી છે. તમે વેદના જાણી જ નથી. જૂઠ્ઠાણું ચલાવતા લોકોને બધું જૂઠું જ દેખાય છે અને જૂઠી દેશભક્તિની વાત કેજરીવાલ એન્ડ પાર્ટી લોકો સમક્ષ મુકી રહી છે. જ્યારે બગલ મેં છુરી અને મુખ મેં રામ જેવું વર્તન સમગ્ર દેશ સમક્ષ કેજરીવાલ એન્ડ કંપની કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો:કેજરીવાલે The kashmir Filesને ટેક્સ ફ્રી બનાવવા પર કર્યો કટાક્ષ કહ્યું, તેને યુટ્યુબ પર અપલોડ કરો
ગુજરાત આપ પાર્ટી કેજરીવાલ સાથે છે- દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કાશ્મીર ફિલ્મ ખોટી ફિલ્મ છે તેવું નિવેદન આપ્યું છે. ત્યારે જીતુ વાઘાણીએ આ બાબતે પ્રત્યુત્તર આપ્યો હતો કે, ગુજરાત આમ આદમી પાર્ટી (Aam Aam Aadmi Party Gujarat)ના નેતાઓ અને કાર્યકર્તાઓ શું કેજરીવાલ સાથે છે અને જો તેઓ છે તો આ ફિલ્મ પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ. જ્યારે સમગ્ર દેશમાં હંમેશા સત્યનો જ વિજય થયો છે ત્યારે આ બાબતે પણ સત્યનો જ વિજય થશે.
આ પણ વાંચો:The Kashmir Files Film: આ ફિલ્મ જોવા સુરતના 75 બ્રાહ્મણ પરિવારોએ ધર્યો આગવો વેશ
દિલ્હીમાં પરિસ્થિતિ ખરાબ હતી- જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કાશ્મીરી પંડિતો (kashmiri pandit exodus)એ કઈ પરિસ્થિતિમાં કાશ્મીર છોડી દીધું છે અને કેવી રીતે દિલ્હી પહોંચ્યા છે તે વાત ઉપર અનેક નિવેદન થઈ ગયા છે. કોઈ પરિવાર રહેતું હોય અને પોતાના ધંધા-રોજગાર જમીન મૂકી ત્યારે ત્યાંથી ચાલી નીકળી તે વાતની હકીકત આજે કાશ્મીર ફિલ્મ થકી સામે આવી છે. જ્યારે આજે પણ અનેક લોકો દિલ્હીમાં પણ રહે છે અને ગુજરાતમાં પણ કાશ્મીરી પંડિતો રહે છે. તેમની સાથે પણ મેં વાત કરી છે અને તેમને શું વિત્યું છે તે હું પણ સારી રીતે જાણું છું. આમ, અરવિંદ કેજરીવાલ ફક્ત જૂઠ્ઠાણું ફેલાવતા હોવાનું નિવેદન પણ જીતુ વાઘાણીએ આપ્યું હતું.