અમદાવાદ: કિશન ભરવાડ હત્યા કેસ (Kisan Bharvad Murder Case)માં ઝડપાયેલા કમરગની ઉસ્માની અને હથિયાર પુરા પાડનાર અજીમ સમાના રિમાન્ડ પૂર્ણ થતા બંને આરોપીઓને સ્પેશિયલ કોર્ટમાં રજુ કર્યા હતા. બચાવ પક્ષના વકીલ નિસાર વૈદ્યએ જણાવ્યું કે, આરોપી અજીત સમાંની તમામ પૂછપરછ પૂર્ણ થતાં તેને રિમાન્ડ (Kamargani Usmanni remanded) નથી આપવામાં આવ્યા અને તેને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. જ્યારે બીજો આરોપી કમરગની ઉસ્માનીના ATS દ્વારા 14 દિવસના રિમાન્ડની વધુ માંગણી કરવામાં આવી છે.
કમરગનીના મોબાઈલના CDR
જેમાં મુખ્યત્વે એવા મુદ્દા છે કે, જે આરોપીની સંસ્થા TFI 1500 વ્યક્તિઓનું લિસ્ટ બનવવામાં આવ્યું છે, તેમાં કોના-કોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ લિસ્ટ ક્યાં આધારે બનવામાં આવ્યું છે, તેની તપાસ પણ કરવાની છે તેમજ કમરગનીના મોબાઈલ (Kamargani usmani mobile)ના CDRનો અભ્યાસ કરતા ગુજરાતના 48 ઈસમો તેના સંપર્કમાં હોવાનું ખુલ્યું છે. આ ઈસમો કોણ છે તે સહિતની તપાસ કરવા માટે આરોપીના રિમાન્ડ મંજુર કરવા માટેની માંગ કરવામાં આવી હતી.