ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદના જુહાપુરાના કુખ્યાતોને ત્યાં વીજ ચોરીને લઇને દરોડા, ઝોન 7 DCP અને વીજ કંપનીની કાર્યવાહી - વીજ કંપની

પોલીસે અને વીજ કંપનીએ શહેરના જુહાપુરા સરખેજ વિસ્તારમાં મોટાપાયે વીજ ચોરીનું કૌભાંડ ઝડપ્યું છે. છે. સંયુક્ત રીતે દરોડા પાડી ગેરકાયદે વીજ ચોરી પકડી પાડી છે. વીજ કંપની દ્વારા આપવામાં આવેલા વીજ કનેકશનમાં પંચર કેબલ મારફતે મોટાપાયે વીજ ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું છે.

અમદાવાદના જુહાપુરાના કુખ્યાતોને ત્યાં વીજ ચોરીને લઇને દરોડા, ઝોન 7 DCP અને વીજ કંપનીની કાર્યવાહી
અમદાવાદના જુહાપુરાના કુખ્યાતોને ત્યાં વીજ ચોરીને લઇને દરોડા, ઝોન 7 DCP અને વીજ કંપનીની કાર્યવાહી

By

Published : Aug 20, 2020, 7:09 PM IST

અમદાવાદ:વીજ ચોરીના આ મામલે હાલ પોલીસે ગુનો નોંધી નોધ્યો છે. જુહાપુરાના કુખ્યાત નઝીર વોરા, કાળુ ગરદન અને સુલતાન સહિતના લોકોના ઘરે પોલીસે દરોડા પાડ્યાં હતાં. દરોડા દરમિયાન વીજ ચોરીના દ્રશ્યો જોઈને ખુદ પોલીસ અને વીજ કંપનીના અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતાં. નઝીર વોરાના ઘરે પોલીસે તપાસ કરતા જમીનમાં આપેલી મુખ્ય વીજ લાઈનમાંથી પંચર પાડી અન્ય કેબલ મારફતે વીજ કનેકશન ખેંચ્યું હતું. જમીનમાંથી જ કેબલ ખેંચી આખા બંગલામાં વીજ વપરાશ કરતો હતો.

અમદાવાદના જુહાપુરાના કુખ્યાતોને ત્યાં વીજ ચોરીને લઇને દરોડા, ઝોન 7 DCP અને વીજ કંપનીની કાર્યવાહી
ઝોન-7 ડીસીપી પ્રેમસુખ ડેલુ 120 પોલીસ જવાનોના કાફલા સાથે વીજ કંપનીના અધિકારીઓ સાથે દરોડા કરવા પહોચ્યાં હતાં. બંગલામાં લાઈટ કનેકશન જોતાં 3,000 યુનિટ વપરાશ થવો જોઈએ પણ તેની જગ્યાએ માત્ર 50 યુનિટનો વીજ વપરાશ થતો હતો. જેથી અધિકારીને વીજ ચોરીનો ખ્યાલ આવ્યો હતો. જમીનની અંદર વીજ વાયરો ખેંચ્યાં હોઈ ઉપર સિમેન્ટનું પ્લાસ્ટર કરી દીધું હતું. જેથી પોલીસને ખોદકામ કરીને વીજ ચોરીના કેબલ પકડવા પડ્યાં હતાં
અમદાવાદના જુહાપુરાના કુખ્યાતોને ત્યાં વીજ ચોરીને લઇને દરોડા, ઝોન 7 DCP અને વીજ કંપનીની કાર્યવાહી

હાલ તો પોલીસે નઝીર વોરા, કાળુ ગરદન અને સુલતાન સહિતના કુખ્યાત લોકોના ઘેરથી આ કૌભાંડ ઝડપ્યું છે. આ ઉપરાંત અન્ય કોઈને પણ ચોરેલી વીજળીનો વપરાશ કરતાં કે વેચાણ કરતાં હતાં તે અંગે તપાસ કરશે.

ABOUT THE AUTHOR

...view details