અમદાવાદ -પુત્રએ પોતાના પિતાની વારસાઈ મિલકત ( Cases of inherited property ) મેળવવા માટે થઈને તેના અને પિતા વચ્ચેના સબંધો સારા હતાં એવા પ્રમાણ માટે થઈને પુત્રએ હાઇકોર્ટમાં પિતાની સાથે વોટસઅપની વાતચીતની અને કુટુંબીજનોના ફોટોગ્રાફ રજૂ કર્યા હતાં. પરંતુ હાઇકોર્ટે (Judgment of Gujarat High Court) કહ્યું કે છે કે આ ફોટાને પુરાવા તરીકે લઈ શકાય નહીં.
શું છે વિગત - આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો એરફોર્સના મૃતક નિવૃત્ત કર્મચારીઓને ચાર સંતાનો હતાં. એમનેે તેમના મોટા પુત્ર સાથે અણબનાવ હતો અને આ વાતનો ઉલ્લેખ પોતાની વસિયતમાં પણ કર્યો હતો. પિતાના નિધન બાદ મોટા પુત્રના ભાગે એક મિલકત આવેલી. પરંતુ વારસામાં મળેલી આ ( Cases of inherited property ) મિલકતને લઈને મોટો પુત્ર નારાજ હતો કારણ કે તેને અન્ય ત્રણ પુત્ર કરતા મિલકતમાં ઓછો ભાગ મળ્યો હતો. આ બાબતને લઈને મોટા દીકરાએ સિટી સિવિલ કોર્ટમાં આ બાબતને પડકાર્યો હતો સિટી સિવિલ કોર્ટે સુનાવણી બાદ મોટા દીકરાની તરફેણમાં વચગાળાનો મનાઈ હુકમ કર્યો હતો અને અરજદારના ત્રણ ભાઈઓને આ મિલકતનો કબજોો મેળવવા પર રોક લગાવાઇ હતી. જોકે નીચલી અદાલતના હુકમ સામે ત્રણે ભાઈઓએ હાઇકોર્ટમાં અરજી (Application in Gujarat High Court) કરી હતી.
આ પણ વાંચોઃ Complaint against Narayan Sai : નારાયણ સાંઇ સામે માતાની માંદગીનું ખોટું સર્ટિફિકેટ રજૂ કરવા મામલે નોંધાયો ગુનો
હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો -જોકે હાઇકોર્ટમાં અરજી થતા સુનાવણી દરમિયાન મોટા દીકરાને પોતાના પિતા સાથેના સંબંધો સારા હતાં તેના પુરાવા તરીકે તેને પિતા સાથે થયેલી whatsapp ની વાતચીત અને ફોટાને રેકોર્ડ તરીકે કોર્ટમાં રજૂ કર્યા હતાં. જોકે આ પુરાવા રજૂ કર્યા બાદ હાઇકોર્ટે (Judgment of Gujarat High Court) જણાવ્યું હતું કે, પિતા અને પુત્ર વચ્ચે ખૂબ જ સારા સંબંધો હતાં અને તેઓ ખૂબ જ સારી રીતે ખુશી ખુશી જીવન જીવતા હતા આ વાતને દર્શાવતા મોટા પુત્ર ફોટોગ્રાફ્સ રજૂ કર્યા છે જો કે ફોટોગ્રાફ્સ એ વાસ્તવિક બાબતને સાબિત કરતા નથી કે પિતા તેની સાથે ખુશ હતાં.
આ પણ વાંચોઃ HCના પૂર્વ ASGના આસિસ્ટન્ટને પોલીસે સમન્સ પાઠવતા સમગ્ર મામલો હાઈકોર્ટ પહોંચ્યો
હાઈકોર્ટે શું ચૂકાદો આપ્યો -હાઈકોર્ટે ચૂકાદો આપતાં કહ્યું કે આ ફોટા તમામ 2017 છે. 2021 માં દાખલ કરાયેલા દાવામાં ઉપયોગ કરાયો છે અને આ વાત જ દર્શાવે છે કે પિતા સાથેના પુત્રના સંબંધો સારા હતા નહીં. આ પ્રકારના આવા અવાસ્તવિક પુરાવાના આધારે પુત્રની મૃતક પિતાની વારસાઈમાંથી મિલકત આપી શકાય નહીં.આવો મહત્વનો ચૂકાદો આપતા એ પણ નોંધ્યું હતું કે, પિતા વર્ષ 2017માં જ્યારે બીમાર હતા ત્યારે હોસ્પિટલમાં દાખલ હતાં. આ સમયે જ્યારે પિતા અને પુત્રની whatsapp વાતચીત થયેલી હતી તે ખૂબ જ સામાન્ય બાબત છે. આ વાતને પુત્ર આધાર રાખેલો છે અને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરી છે. સામાન્ય રીતે પિતાપુત્ર કે નજીકના સંબંધોમાં આ વાતચીત એ સામાન્ય રીતે થતી જ રહેતી હોય છે અને આવી વાતચીતને સંદેશાઓને રેકોર્ડમાં લેવાની જરૂર જણાતી નથી. આવા સંદેશાઓને કે વાતચીત સામાન્ય રીતે કોઈ રેકોર્ડમાં લેતું નથી. આ સંદેશાઓની રેકોર્ડમાં રાખવાનું પુત્રનું વલણ જ વાતને સ્પષ્ટ કરે છે કે ભવિષ્યમાં તે બીજી કોઈ કાર્યવાહી માટે થઈને પણ તેને પુરાવા તરીકે રજૂ કરી શકે છે.આમ હાઇકોર્ટે પોતાનો મહત્વનો ચૂકાદો આપતા નોંધ્યું છે કે આ પ્રકારના પુરાવાને ગણી શકાય નહીં તેથી હાઇકોર્ટે મોટા પુત્રની અરજીને નકારી (Judgment of Gujarat High Court) દીધી છે.