ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત ઉજવશે ખ્યાતનામ ગરબા ગાયકો સંગ 'જિઓ ડિજિટલ નવરાત્રિ' - મિરાન્દે શાહ

નવરાત્રિના ઉત્સાહને બમણો કરવા માટે જિઓ એક અનોખી પહેલ કરી રહ્યું છે અને એ છે 'જિઓ ડિજિટલ નવરાત્રિ' જે ચારેકોર પથરાયેલા ગુજરાતીઓને ડિજિટલ રાહે આ ઉત્સવ ઉજવવા માટે સજ્જ કરશે.

ગુજરાત ઉજવશે ખ્યાતનામ ગરબા ગાયકો સંગ 'જિઓ ડિજિટલ નવરાત્રિ'
ગુજરાત ઉજવશે ખ્યાતનામ ગરબા ગાયકો સંગ 'જિઓ ડિજિટલ નવરાત્રિ'

By

Published : Oct 23, 2020, 2:13 AM IST

  • નવરાત્રિમાં ગરબાની રાત યાદગાર બનશે
  • ગુજરાતના ખ્યાતનામ કલાકારો સંગ જિઓ ડિજિટલ નવરાત્રિ
  • 23 ઓકટોબરથી દરરોજ ડિજિટલ નવરાત્રિ માણો

અમદાવાદઃ 'જિઓ ડિજિટલ નવરાત્રિ' સોશિયલ ડસ્ટન્સિગ જાળવવાની સાથે ગરબાની રમઝટનું સંયોજન કરશે અને આ રીતે વર્લ્ડ ક્લાસ ડિજિટલ અનુભવ સાથે આપણી સાંસ્કૃતિક ધરોહરને અનોખી રીતે ઉજવવામાં આવશે.

ગુજરાતના ખ્યાતનામ કલાકારો

23 ઓક્ટોબરથી શરૂ થતી જિઓ ડિજિટલ નવરાત્રિમાં સમગ્ર વિશ્વના ખેલૈયાઓ પોતાના ઘરમાં જ સ્વજનો અને મિત્રો સાથે નવરાત્રિનો ઉમંગ માણી શકશે, કારણ કે તેઓ કિર્તિદાન ગઢવી, કિંજલ દવે, ઓસમાણ મીર, અરવિંદ વેગડા, દેવાંગ પટેલ અને મિરાન્દે શાહ સહિતના પ્રસિદ્ધ કળાકારોના કંઠે ગવાતા ગરબાની ધૂન પર મા શક્તિની આરાધના સ્વરૂપે ગરબા કરવાનો આનંદ માણી શકશે.

ગુજરાત ઉજવશે ખ્યાતનામ ગરબા ગાયકો સંગ 'જિઓ ડિજિટલ નવરાત્રિ'

ડિજિટલ નવરાત્રિમાં સ્પર્ધામાં ભાગ લેવાની તક અને ઈનામ મળશે

આ ઉત્સાહને બમણો કરવા માટે વ્યૂઅર્સ બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ, બેસ્ટ સિંગર અને બેસ્ટ ગરબા ડાન્સ જેવી વિવિધ શ્રેણીમાં યોજાનાર સ્પર્ધામાં ભાગ લઈ આકર્ષક ઇનામો પણ જીતી શકશે. પુરુષ, સ્ત્રી, બાળકો અને કપલ સહિતની તમામ કેટેગરી અને ઉંમરના સ્પર્ધકોએ તેમની પ્રતિભા બતાવતો 30 સેકન્ડનો વીડિયો પણ મોકલવાનો રહેશે.

ગુજરાત ઉજવશે ખ્યાતનામ ગરબા ગાયકો સંગ 'જિઓ ડિજિટલ નવરાત્રિ'

જિઓમીટ પર ડિજિટલ નવરાત્રિ

આ ઇવેન્ટ જિઓમીટ પર લાઇવ પ્રસારિત કરવામાં આવશે. જિઓમીટ ગૂગલ પ્લેસ્ટોર અને એપ્પલ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે અને યુઝર્સ https://t.jio/Jiodigitalnavratri2020 લિન્ક પર ક્લિક કરીને પણ જિઓ ડિજિટલ નવરાત્રિનો આનંદ માણી શકે છે. પોતાના મોબાઇલ ફોનમાં માય જિઓ એપ પર જઈને તેમાં JioEngage હેઠળ ‘JioNavratri’ પર ક્લિક કરીને યુઝર્સ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે અને આકર્ષક ઇનામો જીતી શકે છે.

ભાઈ ભાઈ અરવિંદ વેગડા શું કહે છે?

ગુજરાતી લોકગીત 'ભાઈ ભાઈ'ના ગાયક અરવિંદ વેગડાએ જણાવ્યું હતું કે, "કોવિડ19 મહામારીના સમયમાં ઓનલાઇન ગરબા એ શ્રેષ્ઠ સમાધાન છે. આ પ્લેટફોર્મ તમને એવું લાગવા જ નહીં દે કે તમે નવરાત્રિમાં કંઈક ગુમાવી રહ્યા છો. ખેલૈયાઓ અને અમારી વચ્ચેનું અંતર સમાપ્ત કરવા માટે આ પ્લેટફોર્મ શ્રેષ્ઠ માધ્યમ છે."

લાખો ઓડિયન્સ સુધી પહોંચીશુઃ મિરાંદે શાહ

ગીતકાર અને ગાયક મિરાન્દે શાહે જણાવ્યું હતું કે, "આ ઓનલાઇન પ્લેટફોર્મ લાવવા બદલ જિઓનો ખૂબ ખૂબ આભાર કે હવે અમે અમારા લાખોના ઓડિયન્સ સુધી પહોંચી શકીશું. જે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે એ એટલી આરામદાયક છે કે અમે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની સાથેસાથે અમે અમારા પર્ફોર્મન્સ લાઇવ બતાવી શકીશું."

ABOUT THE AUTHOR

...view details