ગુજરાત

gujarat

ETV Bharat / city

Jagdish Thakor Statement :ભાજપ વહિવટમાં નિષ્ફળ જાય ત્યારે સરકાર હિંસા ફેલાવે છે, જગદિશ ઠાકોર - મોંઘવારી

સી.આર.પાટીલે કરેલા વિવાદિત નિવેદનથી ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદિશ ઠાકોરે (Jagdish Thakor Statement) આકરા પ્રહાર કર્યા હતા. ભાજપ સરકારના નેતા હિન્દુ ધર્મની વાત કરનાર આજે ભાઇ- બહેનને પતિ- પત્નિ સાથે સરખાવી રહ્યા છે. ભાજપના રાજમાં વધતી જતી મોંધવારીથી સામાન્ય જનતાને જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ભાજપ સરકાર જ્યારે વહિવટ કરવામાં નિષ્ફળ જાય ત્યારે રાજ્યમાં હિંસા ફેલાવાનુ કામ કરે છે.

Jagdish Thakor Statement :ભાજપ વહિવટમાં નિષ્ફળ જાય ત્યારે સરકાર હિંસા ફેલાવે છે, જગદિશ ઠાકોર
Jagdish Thakor Statement :ભાજપ વહિવટમાં નિષ્ફળ જાય ત્યારે સરકાર હિંસા ફેલાવે છે, જગદિશ ઠાકોર

By

Published : Apr 13, 2022, 10:20 PM IST

અમદાવાદ :થોડાક દિવસ પહેલા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (Controversial statement made by CR Patil) કૃષ્ણ અને સુભદ્રાને પતિ- પત્નિ સાથે સરખાવ્યા હતા. તે મુદ્દે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદિશ ઠાકોરે (Jagdish Thakor Statement) સી.આર.પાટીલ પર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે, તમે જેના વિશે બોલતા હોય તેનું જ્ઞાન હોવું જરૂરી છે. જેના વિશે જ્ઞાન હોય તેના પર વાત કરો તો સારુ લાગશે. હિન્દુ ધર્મના ઠેકેદારો બનનારા સગા ભાઇ- બહેનને પતિ-પત્નિ કહી રહ્યા છે અને ભુલ સુધારીને માંફી માંગતા નથી, આજ તેમનો અહંકાર દેખાઇ આવે છે. આ લોકોએ ધાર્મિક વાતાવરણ બગાડી સત્તા પર બેસ્યા છે.

Jagdish Thakor Statement :ભાજપ વહિવટમાં નિષ્ફળ જાય ત્યારે સરકાર હિંસા ફેલાવે છે, જગદિશ ઠાકોર
આ પણ વાંચો:Jagdish Thakor Statement : ગુજરાત કોંગ્રેસમાં અસંતોષ મુદ્દે ચૂપ્પી પણ ભાજપ સરકારમાં હોવાનું કહ્યું મોંઘવારી મુદ્દે કોંગ્રેસે કર્યા સવાલ :દેશમાં સતત વધતી જતી મોંધવારીમાં પેટ્રોલ, ડિઝલ, રાંધણ ગેસ, દુધ, શાકભાજીના ભાવ આજે આસમાને પહોંચ્યા છે. જેના કારણે સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે પશુ પાલકો દુધનું ઉત્પાદન કરે છે. તેમને પુરતા ભાવ મળતા નથી. જ્યારે જે વપરાશ કરે છે. તે લોકોને દુધ મોંધુ મળી રહ્યું છે.
મોંધવારી સરકારની અસમજણના કારણે વધી:એકબાજુ ભાજપ સરકારના પ્રધાનો મોંધવારીને યુક્રેની લડાઇ સાથે સરખાવી રહ્યા છે. પેટ્રોલ-ડિઝલ વિદેશમાંથી આવે તો મોંધવારી હોઇ શકે પણ દુધ, શાકભાજી, ગેસ તો ભારતમાં જ ઉત્પન્ન થાય છે. દેશમાં મોંધવારી ભાજપ સરકારની અસમજણના કારણે વધી રહી છે. તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.

ભાજપ સરકાર રાજ્યમાં હિંસા ફેલાવે છે : કોંગ્રેસે રાજ્યમાં થયેલી હિંસા મુદ્દે પ્રહાર કરતા જણાવ્યું હતુ કે, ભાજપ સરકાર જ્યારે વહિવટ કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે સરકાર હિંસા ફેલાવે છે. તે બનાવ હિંમતનગર હોય કે પછી ખંભાતના બનાવો હોય. જ્યારે વડાપ્રધાનની રેલીમાં કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે રાતોરાત કોગ્રેસના કાર્યકર્તાને પકડીને નજર કેદ કરવામાં આવે છે. તો રામનવમી જેવા પવિત્ર તહેવારે તમારુ પોલીસ તંત્ર કેમ ઘોર નિદ્રાંમાં હતુ.આ બનાવમાં અફધાનિસ્તાન અને પાકિસ્તાનનુ કનેક્શન પકડાયાતો તમારી ટેક્નોલોજી ક્યાં ગઇ હતી. તો કેમ પહેલાં પકડી ના શક્યા.સાથે સાથે સરકારને અપીલ પણ કરવામાં આવી હતી કે રાજ્યમાં હિંસા ફેલાવાનું કામ કરે છે.તે લોકોને જલદીથી ધરપકડ કરવી જોઇએ.

ABOUT THE AUTHOR

...view details