- ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખે પદગ્રહણ કર્યું
- ભાજપ પર પ્રહાર કરતા કહ્યું- નફ્ફ્ટના પેટના
- ભાજપને એક પણ માઈનો લાલ સારો ન મળ્યો, 108 કેસ વાળો લાવ્યા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોર (president of gujarat congress jagdish thakor) અને વિપક્ષના નેતાએ આજે મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરોની હાજરીમાં રાજીવ ભવન ખાતે પદગ્રહણ કર્યું હતું. જગદીશ ઠાકોર કેક કાપવા ગયા તે દરમિયાન પૂર્વ પ્રમુખોએ ચાલતી પકડી હતી. બીજી તરફ જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રકાર (Jagdish Thakor Attacks On BJP) કર્યા હતા.
અમે 5 પાંડવોવાળા છીએ, 100 કૌરવોવાળા નથી
જગદીશ ઠાકોરે કહ્યું કે, "આજે કોંગ્રેસ પક્ષે મને જવાબદારી સોંપી છે તેના માટે હું કોંગ્રેસનો આભારી છું. જન્મજાત કોંગ્રસી છું. ગામડું છોડીને દુકાળ પડે, અતિવૃષ્ટિ થાય તેમ છતાં રોજગારી (unemployment in gujarat) મેળવવા લોકો ગુજરાત આવે છે. આજે અમે સૌ એક જ મંચ પર છીએ. આનું તો માર્કેટિંગ કરો. વિજય રૂપાણીની સરકાર તમે બદલી તેમાં જેમને પડતા મુક્યા અને જે નવા લીધા તેઓ ભેગા હોય એવો એક ફોટો તો બતાવો. અમે 5 પાંડવોવાળા છીએ, 100 કૌરવોવાળા નથી.
ગુજરાતના બેરોજગાર લોકો અમારી પ્રાયોરિટી
તેમણે જણાવ્યું કે, ગુજરાતના બેરોજગાર લોકો અમારી પ્રાયોરિટી છે. અમે હમણાં ગામડામાં ફર્યા, ત્યાં પોલીસ-PSI (police-psi examination in gujarat)ના ફોર્મ ભરાયા છે, ત્યારે પૂછ્યું તાલીમ લેવા જાવ ત્યારે ક્યાં રહો છો? ત્યારે જવાબ મળ્યો કે, અમે રેલવે અને STના પ્લેટફોર્મ પર પડ્યા રહીએ. મંદિરના ઓટલે પડ્યા રહીએ, ગરીબ મા-બાપે પેટે પાટા બાંધીને ભણાવ્યા અને નોકરી લેવાનો વારો આવ્યો ત્યારે તમને આ વાયબ્રન્ટ (vibrant gujarat summit 2022)માં 25000ની ડિશ ખવડાવવાનો અવસર મળે છે અને અમને 50 રૂપિયાનું પુરીશાક ખવડાવી શકતા નથી. નફ્ફટના પેટના."