અમદાવાદઃ શહેરમાં આ વર્ષે અષાઢી બીજના દિવસે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Jagannath Rathyatra 2022) યોજાશે. ત્યારે આજે અખાત્રિજના પાવન અવસરે ભગવાનના ત્રણેય રથનું પૂજન (Worship of Lord Jagannathji chariot) કરવામાં આવ્યું હતું. જોકે, આ વખતે 145 વર્ષ બાદ ભગવાન જગન્નાથજીનો રથ બદલાશે. જ્યારે રથયાત્રાદરમિયાન ભગવાનના આ જૂના રથને ભક્તો માટે દર્શનાર્થે મૂકવામાં આવશે. આ વર્ષની રથયાત્રા (Jagannath Rathyatra 2022) પૂર્ણ થયા પછી નવા રથનું નિર્માણ કાર્ય શરૂ થશે.
નવા રથની વિશેષતા -આ વખતે ભગવાન જગન્નાથજી માટે નવા રથનું નિર્માણ (New chariot for Lord Jagannathji) કરવામાં આવશે. આ નવા રથ ખાસ પ્રકારની વિશેષતા સાથેના જોવા મળી આવશે. તો દરેક રથમાં સાગના લાકડાનો ઉપયોગ કરવામાં આવશે.
2 વર્ષ પછી ભગવાન નીકળશે નગરચર્યાએ- દેશની સુપ્રસિદ્ધ ઓડિશા જગન્નાથ રથયાત્રા બાદ અમદાવાદની રથયાત્રા ગણવામાં આવે છે. આ રથયાત્રામાં દેશવિદેશથી ભક્તો દર્શનાર્થે આવે છે. ત્યારે અમદાવાદ જગન્નાથ મંદિરના 145 વર્ષ જૂના રથની જગ્યાએ હવે આગામી વર્ષે નવા રથનું નિર્માણ (New chariot for Lord Jagannathji) કરવામાં આવશે.
રથયાત્રામાં દરેક જગ્યાથી ભગવાનના દર્શન કરી શકાશે - અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે (Ahmedabad Jagannath Temple Mahant Dilipdasji Maharaj) ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવા રથનું નિર્માણ એવી રીતે કરવામાં (New chariot for Lord Jagannathji) આવશે કે, ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે નગરજનો પોતાની અગાશી પર બેસીને પણ ભગવાનના દર્શન કરી (Jagannath Rathyatra 2022) શકશે.