ગુજરાત

gujarat

ETV Bharat / city

કચરામાંથી કંચન બન્યું ગુજરાતનું સૌથી પહેલું જડેશ્વર વન, ઓઢવ વિસ્તારને ઓક્સિજન આપી રહ્યું છે - વટેશ્વર વન

અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા ઓઢવમાં કચરાના ઢગલામાંથી dumping site કંચન બનાવામાં આવ્યું છે. તે કચરાના ઢગલાના સ્થળ પર ગુજરાતનું સૌથી પહેલું વન first forest in Gujarat to built on a dumping site બન્યું છે. આજે આ જડેશ્વર વન Jadeshwar forest ઓઢવ વિસ્તારને ચોખ્ખો ઓક્સિજન આપી રહ્યું છે.

કચરામાંથી કંચન બન્યું ગુજરાતનું સૌથી પહેલું જડેશ્વર વન, ઓઢવ વિસ્તારને ઓક્સિજન આપી રહ્યું છે
કચરામાંથી કંચન બન્યું ગુજરાતનું સૌથી પહેલું જડેશ્વર વન, ઓઢવ વિસ્તારને ઓક્સિજન આપી રહ્યું છે

By

Published : Aug 12, 2022, 7:28 PM IST

અમદાવાદઓઢવ વિસ્તારમાં આવેલું જડેશ્વર વન ગુજરાતનું પહેલું એવું વન છે જે ડમ્પિંગ સાઇટ ઉપર નિર્માણ first forest in Gujarat to built on a dumping site પામ્યુ છે. ઓઢવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના AMC ગાર્બેજ કલેક્શન સેન્ટરની નજીક 8.5 હેક્ટર વેસ્ટ લેન્ડ કે જ્યાં પહેલા આસપાસના વિસ્તારનો કચરો ડમ્પ કરવામાં આવતો હતો. આ 8.5 હેક્ટરનો પ્લોટ વન વિભાગને વૃક્ષારોપણ કરી ડેવલપ કરવા માટે ફાળવવામાં આવ્યો હતો, જ્યાં વન વિભાગ દ્વારા વર્ષ 2019માં જડેશ્વર સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે જડેશ્વર વન Jadeshwar forestઅમદાવાદ શહેર માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં નમૂનેદાર વન બન્યુ છે.

પોસ્ટલ વિભાગે સ્પેશિયલ કવર લોન્ચ કર્યુંઆ અંગે વાત કરતા અમદાવાદના નાયબ વન સંરક્ષણ સામાજિક વનીકરણ વિભાગ Department of Social Forestry ના ડો. સક્કીરા બેગમે જણાવ્યુ હતું કે, જડેશ્વર સાંસ્કૃતિક વનએ અમદાવાદ શહેરની મધ્યમાં વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલું પ્રથમ સાંસ્કૃતિક વન છે. વન વિભાગની મહત્વની સિદ્ધિ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, જડેશ્વર વન Jadeshwar forestદેશનું પ્રથમ એવું વન છે જેના પર વન વિભાગે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ સ્પેશિયલ કવર Postal Department Special Cover પણ લોન્ચ કર્યું છે.

વન ફેફસાનું કામ કરે છેઆ સાંસ્કૃતિક વન આ વિસ્તારના લાકો માટે ફરવાનું સ્થળ બની રહે તે માટે ડમ્પિંગ યાર્ડમાંથી એસેટ બનાવવાના હેતુથી બનાવવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક વનમાં Jadeshwar forest વાવેલા વૃક્ષો અને ફૂલછોડ થકી એક અંદાજ મુજબ 5 વર્ષમાં 140.30 ટન અને 10માં વર્ષે 188.40 ટન જેટલો કાર્બન શોષાવાનો અંદાજ છે. આમ, આ સાંસ્કૃતિક વન આ વિસ્તારના ફેફસાના રૂપે કાર્ય કરે છે સાથો-સાથ આટલી મોટી માત્રમાં આવેલા વૃક્ષો થકી આ વિસ્તારમાં પાણીનું જમીનમાં ઉતારવાની પ્રક્રિયાને વેગ મળશે.

અહીં પહેલા આસપાસના વિસ્તારનો કચરો ડમ્પ કરવામાં આવતો હતો

અનેક વૃક્ષોનું વાવેતર કરાયું છેજડેશ્વર વન Jadeshwar forestવિશે વધુમાં સક્કીરા બેગમે કહ્યું કે, આ પ્લોટમાં આશરે વિવિધ પ્રજાતિના વૃક્ષો તેમજ ફૂલછોડ અને અન્ય ક્ષૃપ પ્રકારની વનસ્પતિ સાથે કુલ 2,85,986થી વધારે ફૂલછોડ અને વૃક્ષો વાવવામાં આવ્યા છે. અહિં વિવિધ 22 બ્લોકમાં જુદી જુદી જાતના જુદા જુદા રંગના દરેક ઋતુમાં ફૂલો આપતાં વૃક્ષો વાવેતર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, તેનો આનંદ લેવા તેની વચ્ચે આશરે 4.5 કીમી લાંબા વોકિંગ ટ્રેઇલનું નિ્ર્માણ પણ કરાયું છે.

આ પણ વાંચો જડેશ્વર વનની એક વર્ષમાં એક લાખ લોકોએ મુલાકાતી લીધી

ખાસ વિશેષતાઓ એક કિ.મી લાંબા વોકિંગ ટ્રેક અને જોગિંગ ટ્રેકની સુવિધા આ સાંસ્કૃતિક વનમાં આશરે 1.કિ.મી લાંબા વોકિંગ ટ્રેક અને જોગિંગ ટ્રેકની સુવિધા ઊભી કરવામાં આવી છે. જ્યાં બને તરફ દર 100 મીટર પર વિવિધ ઋતુઓમાં જુદા-જુદા રંગના ફૂલોથી શોભતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

એક અંદાજ મુજબ 5 વર્ષમાં 140.30 ટન કાર્બન શોષાવાનો અંદાજ

કમળકુંડ આકર્ષણનું કેન્દ્ર આ જડેશ્વર વનમાં Jadeshwar forestએક કમળકુંડ બનાવવામાં આવ્યું છે, જે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ કમળકુંડ કમળના ફૂલોથી સુશોભિત રહે છે, તેના ઉપર કમાન આકારના એક ઝુલતા પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક વનમાં બેઠક વ્યવસ્થા માટે બે વનકુટીર બનાવવામાં આવી છે. લોકોને શહેરની વર્ષા વનનો અનુભવ માણવા માટે એક મીસ્ટ ફોરેસ્ટ પણ બનાવવામાં આવ્યુ છે, જેથી અંદર ચાલવાનો આનંદ અહી આવનાર તમામ લોકો માણી શકે.

પ્રવેશ દ્વાર પર બે એલઇડી ડિસ્પ્લેજડેશ્વર વનના Jadeshwar forestમુખ્ય પ્રવેશદ્વારની સામે એક તથા કમળકુંડ પાસે એક એમ કુલ બે એલ.ઇ.ડી. ડિસ્પ્લે મૂકવામાં આવી છે. જેના માધ્મયથી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ પ્રજાજનો સુધી સહેલાઇથી પહોંચાડી શકાય છે.

વિઝિટર્સ માટે એક્ટિવિટી એરિયા પણ આકર્ષણનું કેન્દ્ર આ વનમાં બનાવવામાં આવેલ એક્ટિવિટી એરિયા આ વિસ્તારના પ્રજાજનોને વિવિધ રચનાત્મક પ્રવૃતિ માટે એક પ્લેટફોર્મ પુરૂ પાડશે. વન વિભાગના જન જાગૃતિના વિવિધ કાર્યક્રમો પણ અહિં કરવામાં આવે છે. મેડિટેશન કેન્દ્રમાં થતા યોગને ધ્યાનના કાર્યક્રમો થકી લોકોનું આરોગ્ય અને સુખાકારીમાં વધારો થશે.

ઓર્ગેનિક નર્સરી પણ જોવા મળશેઆ વનમાં Jadeshwar forestઆવતા લોકોને સમયાંતરે રોપ વિતરણ કરવામાં માટે એક ઓર્ગેનિક નર્સરી બનાવવામાં આવી છે. જ્યાંથી જુદી જુદી જાતના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આ વનમાં ઉત્પન્ન થતાં તમામ જૈવિક કચરામાંથી ખાતર બનાવવા માટે એક કોમ્પોસ્ટ પીટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

અન્ય સુવિધાઓ આ વનમાં Jadeshwar forestઆવતા વિઝટર્સ માટે અન્ય સુવિધાઓ જેમ કે પાર્કિંગ સુવિધા, પીવાના પાણીની વ્યવસ્થા, ઇ-ટોઇલેટ તેમજ સામાન્ય ટોઇલેટ્સ વગરે અહીં ઊભા કરવામાં આવ્યા છે.

2021 સુધીમાં રાજ્યમાં કુલ 21 સાંસ્કૃતિક વનનું નિર્માણ થયુ દેશની વનસંપદા અને વૃક્ષોની સંખ્યામાં વધારો થાય તેવા ઉમદા હેતુસર ગુજરાત રાજ્યના સ્થાપના કાળથી રાજ્યસ્તરીય વન મહોત્સવ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દર વર્ષે ઉજવાતો હતો. પરંતુ દેશના દીર્ધદૃષ્ટા વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજ્ય સ્તરીય વન મહોત્સવ માત્ર પાટનગરમાં જ સિમીત ન રાખતા રાજ્યના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધામિક દૃષ્ટિએ અગત્યતા ધરાવતા રાજ્યના જુદા જુદા સ્થળોએ ઉજવવાની શરૂઆત વર્ષ 2004થી કરી અને આ સાથે ઉજવણી સ્થળે સાંસ્કૃતિક વન સ્થાપનાની એક નવી પહેલ અને પરંપરા શરૂ થઇ. આ પરંપરાને આગળ લઇ જતા વર્ષ 2021 સુધીમાં રાજ્યમાં કુલ 21 સાંસ્કૃતિક વનની સ્થાપના કરવામાં આવી છે.

આ પણ વાંચો Piroton Island in Jamnagar: જામનગરનો પીરોટન ટાપુ ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ

ગાંધીનગરમાં સાંસ્કૃતિકવન સૌ પ્રથમ ગાંધીનગર ખાતે વર્ષ 2004માં પ્રથમ સાંસ્‍કૃતિક વનનું નિર્માણ કર્યું અને તે આજે પુનિત વન તરીકે ઓળખાય છે. ત્યારબાદ વર્ષ 2005માં બનાસકાંઠા જિલ્‍લાના અંબાજી ખાતે માંગલ્‍ય વન, વર્ષ 2006માં મહેસાણા જિલ્‍લાના તારંગા ખાતે તીર્થંકર વન, વર્ષ 2007માં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે હરિહર વન, વર્ષ 2008માં સુરેન્‍દ્રનગર જિલ્‍લાના ચોટીલા ખાતે ભકિત વન, વર્ષ 2009માં સાબરકાંઠા જિલ્‍લાના શામળાજી ખાતે શ્‍યામલ વન, વર્ષ 2010માં ભાવનગર જિલ્‍લાના પાલીતાણા ખાતે પાવક વન, વર્ષ 2011માં વડોદરા જિલ્‍લાના પાવાગઢ ખાતે વિરાસત વન, વર્ષ 2012માં મહીસાગર જિલ્‍લાના માનગઢ ખાતે ગોવિંદગુરૂ સ્‍મૃતિવન.

વઢવાણ તાલુકામાં વટેશ્વર વન વર્ષ 2013માં દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના દ્વારકા ખાતે નાગેશ વન, વર્ષ 2014માં રાજકોટ જિલ્‍લાના કાગવડ ખાતે શક્તિ વન, વર્ષ 2015માં નવસારી જિલ્‍લાના ભીનાર ખાતે જાનકી વન, વર્ષ 2016માં આણંદ જિલ્લાના વહેરાખાડી ખાતે મહીસાગર વન, વર્ષ 2016માં વલસાડ જિલ્‍લાના કપરાડા ખાતે આમ્રવન, વર્ષ 2016માં સુરત જિલ્‍લાના બારડોલી ખાતે એક્તા વન, વર્ષ 2016માં જામનગર જિલ્‍લાના ભૂચરમોરી ખાતે શહીદ વન, વર્ષ 2017માં સાબરકાંઠા જિલ્‍લાના વિજયનગર ખાતે વીરાંજલી વન, વર્ષ 2018માં કચ્છ જિલ્‍લાના ભુજ તાલુકા ખાતે રક્ષક વન, વર્ષ 2019માં અમદાવાદના ઓઢવ ખાતે જડેશ્વર વન, વર્ષ 2020માં રાજકોટ ખાતે રામવન વન, વર્ષ 2021માં વલસાડ જિલ્‍લાના ઉમરગામ ખાતે મારૂતિવંદન વનનું નિર્માણ થયું છે. જ્યારે આ વર્ષે 2022માં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકા ખાતે વટેશ્વર વનનું નિર્માણ થશે.

ABOUT THE AUTHOR

...view details