ગુજરાત

gujarat

રાજકોટ ડિવિઝને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની અડધી સદી લગાવી

By

Published : May 29, 2021, 2:25 PM IST

25 એપ્રિલ 2021 ના ​​રોજ રાજકોટ ડિવીઝન દ્વારા એક નવી ઉપલબ્ધી પ્રાપ્ત કરી જયારે ઓક્સિજન ટેન્કરોથી ભરેલા ટ્રકોને BWT વેગનમાં નવીન પ્રયાસોથી રો-રો સર્વીસ દ્વારા ભરીને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન હાપાથી કાલમ્બોલી (મહારાષ્ટ્ર) માટે રવાના થઇ હતી. પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવા માટેની અડધી સદી લગાવી છે. રાજકોટ ડિવિઝન દ્વારા 51 ઓક્સિજન એક્ક્ષપ્રેસ ટ્રેન ચલાવીને અત્યાર સુધી 8 રાજ્યોમાં લગભગ 5,100 ટન ઓક્સિજન સપ્લાય કર્યો છે.

રાજકોટ ડિવિઝને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની અડધી સદી લગાવી
રાજકોટ ડિવિઝને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની અડધી સદી લગાવી

  • 51 ઓક્સિજન એક્ક્ષપ્રેસ ટ્રેન ચલાવિને 8 રાજ્યોમાં સપ્લાય કરી 5100 ટન પ્રાણવાયુ
  • હાપાથી 37 તથા કાનાલુસથી 14 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું
  • કોરોનાની ત્રીજી લહેર માટે તૈયાર રહેવું પડશે

અમદાવાદ: પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવિઝને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવા માટેની અડધી સદી લગાવી છે. રાજકોટ ડિવિઝન દ્વારા 51 ઓક્સિજન એક્ક્ષપ્રેસ ટ્રેન ચલાવીને અત્યાર સુધી 8 રાજ્યોમાં લગભગ 5,100 ટન ઓક્સિજનની સપ્લાય કર્યો છે. જેમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:ઓક્સિજન એક્સપ્રેસ ચાલતી રહી અને ટેન્કરમાંથી ઓક્સિજન લીક થતો રહ્યો, જૂઓ વીડિયો…

5100 ટન લિકવિડ ઓક્સિજનનો સપ્લાય

રાજકોટ મંડળના ડિવિજનલ રેલવે મેનેજર પરમેશ્વર ફુંકવાલે માહિતી આપી હતી કે, 25 એપ્રિલ 2021 ના ​​રોજ રાજકોટ ડિવીઝન દ્વારા એક નવી ઉપલબ્ધી પ્રાપ્ત કરી જયારે ઓક્સિજન ટેન્કરોથી ભરેલા ટ્રકોને BWT વેગનમાં નવીન પ્રયાસોથી રો-રો સર્વીસ દ્વારા ભરીને ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન હાપાથી કાલમ્બોલી (મહારાષ્ટ્ર) માટે રવાના થઇ હતી. ત્યાર બાદથી આજ સુધી રાજકોટ ડિવિજન દ્વારા કુલ 51 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન કરવામાં આવ્યું છે. જેમાં 269 ઓક્સિજન ટેન્કર દ્વારા વિવિધ રાજ્યોમાં લગભગ 5,100 ટન લિકક્વિડ મેડિકલ ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી છે. આ 51 ટ્રેનોમાંથી 37 ટ્રેનો હાપાથી અને 14 રિલાયન્સ રેલ ટર્મિનલ, કાનાલુસથી ચલાવવામાં આવી છે. રાજકોટ ડિવિઝન દ્વારા 28 મેના ​​રોજ 3 વધુ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવામાં આવી છે.

આ પણ વાંચો:રેલવે દ્વારા હાપાથી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન મારફતે 4281.72 ટન મેડિકલ ઓક્સિજન મોકલાયું

ક્યાં-ક્યાં પહોંચી ઓક્સિજન ટ્રેન?

પ્રથમ ટ્રેન કાનાલુસથી આંધ્રપ્રદેશ માટે ચલાવવામાં આવી હતી, જેમાં 72.07 ટન ઓક્સિજન 4 ટેન્કર દ્વારા મોકલવામાં આવ્યું હતું. બીજી ટ્રેન કાનાલુસથી કર્ણાટક મોકલવામાં આવી હતી, જેમાં 109.84 ટન ઓક્સિજન 6 ટેન્કર દ્વારા મોકલાયા હતા.ત્રીજી ટ્રેન હાપાથી દિલ્હી કેન્ટ માટે ચલાવવામાં આવી હતી જેમાં 7 ટેન્કર દ્વારા 141.90 ટન ઓક્સિજન મોકલવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, આ ટ્રેનોને ગ્રીન કોરિડોર અંતર્ગત ગંતવ્ય સુધી ઝડપથી પહોંચવા માટે અવિરત માર્ગ પ્રદાન કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details