- અમદાવાદ શહેરમાં વાવાઝોડા તૌકતેનો ખતરો
- સાંજના સુમારે તૌકતે વાવાઝોડાની અસર
- ભારે પવન સાથે ધોધમાર વરસાદ પણ પડ્યો
અમદાવાદઃ શહેરમાં આજે રવિવારે સાંજના સમય બાદ અચાનક તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી હતી. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પણ પડ્યો હતો, ત્યારે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદના ચાંદખેડા, મણિનગર, નિકોલ, નરોડા સહિત પૂર્વ અમદાવાદમાં વરસાદથી રોડના ખાડા ભરાયા છે. ભારે વરસાદ પહેલાં પવન અને ધૂળની ડમરીઓ પણ ઉડી હતી.
ભારે પવન સાથે શહેરમાં વરસાદ શરૂ આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાની અસર, સુરતમાં પવન ફૂંકાવાની સાથે વરસાદ શરૂ
અમદાવાદમાં ફાયરબ્રિગેડ અને ઇમરજન્સીની ટીમ તૈનાત
તૌકતે વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકવાની શક્યતાના આધરે અમદાવાદ શહેરમાં ફાયરબ્રિગેડ અને ઈમરજન્સીની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, તો બીજી બાજુ સ્ટેટ ઈમરજન્સી દ્વારા જયારે ફાયર વિભાગની મદદની જરૂર પડશે તો તાત્કાલિક ટીમો પણ રવાના કરવામાં આવશે. હાલના સંજોગોને ધ્યાને લઇ ફાયર વિભાગના તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં ક્યારે ત્રાટકવાનું વાવાઝોડું ?
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને લઈ ઓરેન્જ એલર્ટ અપાયું છે. વેરી સિવિયર સાઈક્લોન સ્ટ્રોમમાં ફેરવાયું છે. 18 મેની સવારે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. આ વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં 17 અને 18 તારીખે ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે.