અમદાવાદઃ આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ત્યારે ઇસુદાન ગઢવીએ (Isudan Gadhvi Retort Gujarat AAP Clashing ) ઇટીવી ભારતની ખાસ વાતચીતમાં કેટલીક બાબતો જણાવી હતી.
સવાલ :- બે નેતાઓએ આપ પાર્ટીમાં રાજીનામું આપ્યું, પ્રથમ પ્રતિક્રિયા શું?
જવાબ - અમારી લડાઈ સંઘર્ષની લડાઈ છે. આ લડાઈ છે બીજા સ્વરાજ્યની કે બીજી આઝાદીની છે. આમ આદમી પાર્ટીની શરૂઆત દિલ્હીથી થઈ છે. કામની રાજનીતિ સિવાય આમ આદમી પાર્ટી કશું આવડતું નથી. રાજકારણ અમને આવડે છે કે ભવિષ્યમાં આવડશે, અમે રાજનીતિના માણસો નથી. એટલે જ અમે કહીએ છીએ કે અમે રાજનીતિને બદલવા (Gujarat AAP Political Strategy ) આવ્યા છીએ. આજે 50 લાખ યુવાનો છે તેવો તો આંદોલન કરવાના નથી. તેમના માતા-પિતા પણ નથી કરવાના. જે પણ યુવાનોના દીકરા દીકરીઓ ભણે છે તેમના માતા-પિતાને ચિંતા થાય છે કે ભાજપ પેપર ફોડ પેપર પાર્ટી છે. પોતાના લોકોને મિલીભગતથી નોકરીઓ અપાવે છે. ત્યારે બન્ને નેતાઓએ આમ આદમી પાર્ટીમાં જે સેવા આપી છે. તેને લઈ હું અભિનંદન આપું છું, આપ પાર્ટી ઇસુદાન કે ગોપાલ ઇટાલિયાની પાર્ટી નથી, જેથી આવતા રહેશે અને લોકો જતા પણ રહેશે, ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. પેપરલીક મુદ્દે કમલમમાં કરવામાં આવેલા વિરોધ બાદ ભાજપમાં ડર જોવા મળી રહ્યો છે. જેને લઈ આપ પાર્ટીના કાર્યકરો જેલમાં પણ ગયા હતાં. પરંતુ ભાજપને ખબર નથી કે અસત્ય પર સત્યની લડાઈ છે.
સવાલ -વિજય સુંવાળાભાજપમાં જોડાયા કહ્યું CR પાટીલ પિતા છે, આપમાં હતા ઇસુદાન ગઢવી મોટા ભાઈ હતાં?
જવાબ - વિજયભાઈ તેઓ મારા નાનાભાઈ છે. તેમાં કોઈ બેમત નથી, હું આપ પાર્ટીમાં જોડાયા તેના બે દિવસમાં તેમનો મેસેજ આપ્યો મારે પણ જોડાવું છે. 22 તારીખે તેઓ પણ આપ પાર્ટીમાં જોડાયા અને 27એ મહેશ સવાણી જોડાયા હતાં. ત્યારબાદ સૌ સાથે મળી કામ કરતા હતાં. પરંતુ ભાજપ પ્રેસર કરે છે. તમામ પ્રકારના પ્રલોભન અપનાવતા હોય છે. ત્યારબાદ તેમના સમાજના આગેવાનો મોકલી રાજનીતિ છોડવા દબાવ કરતા હોય છે. જો.કે અમારી લડાઈ સિસ્ટમ (Gujarat AAP Political Strategy) સામે છે, કોઈ પણ વ્યક્તિગત લડાઈ નથી, સી આર પાટીલ હાલ અધ્યક્ષ છે તેથી તેમને રજુઆત કરતા હોય છે. cr પણ મારા ભાઈ છે. તેમની સાથે પણ મારે કોઈ દુશ્મનાવટ નથી. મૃત્યુ બાદ ઈશ્વર તેમને પૂછશે કે આ શું કર્યું ત્યારે તેઓ શું જવાબ આપશે. ભલે તમારા મોટા નેતાઓ તમને કહેતા હશે પરંતુ તમારે તેમને સમજાવવા જોઈએ કે નીતિ સાચી નથી, વિનાશકાળે વિપત્તિ બુદ્ધિ જે કૌરવોને આવી ત્યારે તેઓ શ્રીકૃષ્ણ પાસે ગયા હતાં ત્યારે મહાભારતની રચના થઈ અને કૌરવોનો વિનાશ થયો હતો. હવે 2022માં ભાજપનો વિનાશ નિશ્ચિત છે.
આ પણ વાંચોઃ Isudan Gadhvi on BJP: ભાજપ મારી 5 પોલિસી અમલમાં મૂકશે તો હું રાજનીતિ છોડી દઈશઃ AAP નેતા ઈસુદાન ગઢવી
સવાલ - શૂટર મોકલી હત્યા કરાવી દો, શા માટે આવું નિવેદન આપવું પડ્યું?
જવાબ - મારી ઉપર દારૂનો આરોપ કરવામાં આવ્યો, જેના કરતા રસ્તામાં શૂટર મળે છે મને ગોળી મરાવી દો, ન બજેગા બાંસ ન બજેગી બાંસુર, હું રહીશ ત્યાં સુધી તો લડીશ જ. કારણકે ગુજરાતની જનતાની પીડા જોઈ શકાતી નથી. પેપર ફોડમાં અમારા ખુલાસાથી ભાજપ ડરી ગયું છે તે જાણે છે કે અમે એક દિવસ તળિયા સુધી પહોંચી જઈશું. પરંતુ એ વાત ફાઈનલ છે કે મરીશું ત્યાં સુધી લડીશું. ભાજપને એટલું જ હોય તો પાંચ પાંચ લાખમાં શૂટર મળે છે મને મરાવી નાખો, જો.કે ભાજપના કેટલાક નેતાઓએ મને કહ્યું કે હિંમત ન હારતાં.
સવાલ - કમલમના ગેટમાં પ્રવેશ કરતા પહેલાં ઇસુદાન ગઢવીએ ગોપાલ ઇટાલિયાને કહ્યું, ગેટ બહાર ઉભા રહીને જ વિરોધ કરવો જોઈએ અંદર પ્રવેશ ન કરવો જોઈએ?