ગુજરાત

gujarat

ETV Bharat / city

ISKCON રથયાત્રાને પરમિશન નહીં, ફક્ત મંદિરમાં ફરશે રથ

ગુજરાતમાં જગન્નાથ મંદિર સિવાય અન્ય જગ્યાઓથી પણ નાની રથયાત્રાઓ નીકળે છે. આવી જ એક રથયાત્રા અમદાવાદના ઈસ્કોન મંદિર ( ISKCON) ખાતેથી નીકળે છે. જેને અમદાવાદ પશ્ચિમની રથયાત્રામાં મુખ્ય ગણાય છે. પરંતુ ઇસ્કોનની રથયાત્રાને આ વર્ષે તંત્ર દ્વારા પરમીશન આપવામાં આવી નથી

ISKCON રથયાત્રાને પરમિશન નહીં, ફક્ત મંદિરમાં ફરશે રથ
ISKCON રથયાત્રાને પરમિશન નહીં, ફક્ત મંદિરમાં ફરશે રથ

By

Published : Jul 9, 2021, 3:34 PM IST

● આ વર્ષે કોરોના મહામારીના કારણે ઇસ્કોન દ્વારા રથયાત્રાનું આયોજન નહીં

● ISKCONમંદિર પરિસરમાં જ રથ ફેરવાશે

● કોરોના ગાઈડલાઈનનું પાલન કરાશે


અમદાવાદ- ભગવાન શ્રી કૃષ્ણના દેશવિદેશમાં અનેક ભક્તો છે. વળી ગુજરાત પણ ભગવાન શ્રીકૃષ્ણના ભક્તિનું કેન્દ્ર છે. અહીં શ્રી કૃષ્ણને સંલગ્ન તહેવારો ધામધૂમથી ઉજવાય તેમાં નવાઈ નથી. પરંતુ કોરોના કાળમાં ગયા વર્ષે રથયાત્રા કે જન્માષ્ટમીનું આયોજન થઈ શક્યું નહોતું. આમ તો સમગ્ર ગુજરાતમાંથી રથયાત્રાઓ નીકળે છે. રથયાત્રાઓમાં આ વર્ષે પણ ગુજરાતમાં અત્યાર સુધીમાં અમદાવાદના જગન્નાથ મંદિરની મુખ્ય રથયાત્રાને જ નિયમો સાથે અને ભક્તો વગર યોજાવાની રાજ્ય સરકાર દ્વારા પરમીશન આપવામાં આવી છે. ત્યારે અમદાવાદના પશ્છિમ વિસ્તારની જાણીતી એવી ISKCON મંદિરની રથયાત્રાને મંજૂરી આપવામાં નથી આવી.


ISKCON મંદિરના પ્રવક્તાએ શું કહ્યું ?

ઇટીવી ભારત સાથેની વાતચીતમાં અમદાવાદ ઇસ્કોન મંદિર (Ahmedabad ISKCON Temple ) ના પ્રવક્તા વિષ્ણુ જગદીશ દાસે જણાવ્યુ છે કે, " આ વર્ષે પણ કોરોના મહામારીને કારણે ઇસ્કોન દ્વારા રથયાત્રાનું ધામધુમથી આયોજન કરવામાં આવશે નહીં. મંદિર પરિસરમાં જ રથયાત્રા કાઢવામાં આવશે. કોરોના ગાઈડલાઈન પ્રમાણે આયોજન કરવામાં આવશે અને ખૂબ જ ઓછા ભક્તોની હાજરીમાં આ વિધિ કરવામાં આવશે."

બે કલાકમાં રથયાત્રાની વિધિ સંપન્ન કરાશે
અષાઢી બીજે ઇસ્કોન મંદિર (Ahmedabad ISKCON Temple ) ખાતે રથયાત્રાનો સમય સવારે 08 થી 10 કલાકનો રહેશે. બધી જ વિધિ આ સમયમાં પતાવી દેવાશે. આ વર્ષે ભક્તો ફક્ત સોશિયલ ડિસ્ટન્સ રાખીને રથના દર્શન કરી શકશે. રથયાત્રામાં જોડાઈ શકશે નહીં.

આ પણ વાંચોઃ Rathyatra 2021: વૃંદાવનના હિંદુ-મુસ્લિમ કાર્યકરોએ સુરત ઇસ્કોન મંદિરમાં મોકલ્યા વાઘા

આ પણ વાંચોઃ Jagannath Rath Yatra 2021: ભગવાન જગન્નાથની રથયાત્રાનો સંપૂર્ણ પ્લાન તૈયાર

ABOUT THE AUTHOR

...view details