- કોરોના કાળમાં આપ કેવી રીતે સ્વસ્થ રહેશો?
- કોરોનાથી બચવા સ્વામી અધ્યાત્માનંદ સાથે કરો યોગા
- ETV BHARAT દ્વારા સ્વામી અધ્યાત્માનંદને ભાવભીની શ્રદ્વાંજલિ
અમદાવાદ : કોરોનાના કાળનો પંજો સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. કોરોના વાઇરસનો અટેક નાક, ગળું અને જે બાદ ફેફસા હોય છે. કોરોના પોઝિટિવ થયા હોય તેમના માટે અને જે લોકોને કોરોના સ્પર્શ્યો નથી, તેવા તમામ માટે યોગા વધુ અસરકારક છે. યોગાથી ફેફસા મજબૂત થાય છે અને શ્વસનક્રિયા પણ યોગ્ય રહે છે. જેથી હાલના કોરોના કાળમાં આપ કેવી રીતે સ્વસ્થ રહેશો, તે માટે ETV BHARAT આપના માટે લઈને આવ્યું છે, શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્માનંદ સાથે યોગાની સિરિઝનું પુનઃ પ્રસારણ 13 જૂનથી 21 જૂન એટલે કે International Yoga Day 2021 સુધી રોજ એક એપિસોડનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે.
સ્વામી અધ્યાત્માનંદને ભાવભીની શ્રદ્વાંજલિ
શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્માનંદજી પણ કોરોનાનો શિકાર થયા હતા. તેમને કોરોના સંક્રમિત થયા બાદ SG હાઈવે પર આવેલી SGVP હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જે દરમિયાન કોવિડ નેગેટિવ આવી ગયા બાદ તેમની તબિયતમાં સુધારો થયો ન હતો અને ભ્રહ્મલીન થયા.
કોરોનાથી બચવા કયા યોગા કરશો?