- અસારવા સિવિલ હોસ્પિટલમાં મળશે એમ્પફોથેરેસીન-બી ઇન્જેકશન
- ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને સરળતા માટે કરાઈ વ્યવસ્થા
- હોસ્પિટલની વેબ સાઈટ પર જરુરી વિગતો આપી મેળવી શકાશે
અમદાવાદઃ સહિત સમગ્ર ગુજરાતમાં મ્યુકોરમાઈકોસીસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે તેના ઇન્જેક્શન મળવા અમદાવાદ સહિત સમગ્ર જગ્યાએ મુશ્કેલી પડી રહી છે. ત્યારે અમદાવાદથી દર્દીઓને ઇન્જેક્શન મળી રહે તે માટે સૌપ્રથમ કોર્પોરેશનની હોસ્પિટલ એસીનું નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ એલજી હોસ્પિટલ ખાતેથી ઇન્જેક્શન મળશે તે પ્રકારની માહિતી આપવામાં આવી હતી પરંતુ સરકાર અને AMC વચ્ચેની તકરારના લીધે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને 25 મેંથી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતેથી માટેના ઇન્જેક્શન તમામ દર્દીઓને મળી રહેશે.
મ્યુકોરમાઇકોસીસના ઈન્જેકશન મળશે અસારવા હોસ્પિટલથી અસારવા સિવિલ હોસ્પિટલમાં મળશે એમ્પફોથેરેસીન-બી ઇન્જેકશન
હાલમાં કોરોનાની પરિસ્થિતિ સાથે સાથે જ મ્યુકોરમાઈકોસીસ કેસમાં પણ સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેની સારવાર માટે એમ્પફોથેરેસીન-બી ઇન્જેકશન કારગત નીવડ્યું છે. ત્યારે આ દર્દીઓને ઇન્જેક્શન સરળતાથી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા ઇન્જેક્શન અસારવા સિવિલ હોસ્પિટલથી મળશે. તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃબ્લૅક ફંગસ: સુરત જ્યાં સૌથી વધું કેસ આવ્યાં એ શહેરના આંખોના ત્રણ ડૉકટરોને સાંભળો
ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને પડતી હાલાકી માટે કરાઈ વ્યવસ્થા
એલજી હોસ્પિટલ ખાતેથી મળતા ઈન્જેકશન એ સમયે ફક્ત અને ફક્ત હોસ્પિટલમાં દાખલ હોય તેવા દર્દીઓની સારવાર ઇન્જેક્શનથી થઈ શકતી હતી. જેના કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને ખુબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જ્યારે તેને ધ્યાનમાં રાખીને અમદાવાદના શહેરી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે ઈન્જેકશન અસારવા સિવિલ હોસ્પિટલ ખાતેથી અને ગ્રામીણ વિસ્તારની હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઇન્જેક્શન માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતેથી ઇન્જેક્શન 25 મેંથી મળી રહેશે. જોકે દર્દીઓના સગાની લાંબી લાઈનોના થાય તે માટે ઈન્જેકશન મેળવવા માટેની પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. એ પ્રક્રિયામાં હોસ્પિટલના રજીસ્ટર મેલ આઈડી પરથી જ મેઇલ કરવાનું જરૂરી બનશે નહીં દર્દીઓને પૂરતી વિગતો આપવું પણ જરૂરી બનશે. ત્યારબાદ હોસ્પિટલના તાપ નક્કી કરશે સરકાર દ્વારા કે આ દર્દીને ઇન્જેક્શન કેવી રીતે પૂરા પાડવા.
આ પણ વાંચોઃયુનિયન હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા મ્યુકોરમાઇકોસિસની સારવાર માટેની ગાઇડલાઇન જાહેર
ઇન્જેક્શન માટે દર્દીઓને આપવી પડતી વિગતની માહિતી
C-formની સેલ્ફ અટેન્ટન્ડ સ્કેન કરેલી કોપી દાખલ દર્દીના કેસની વિગતોમાં, દર્દીના આધાર કાર્ડની નકલ મ્યુકોરમાઈકોસીસ નાની દાનની વિગત સારવાર આપતા ડોક્ટરની ભલામણ પત્ર, હોસ્પિટલના અધિકારીનું નામ અને મોબાઈલ નંબર આપવા જરૂરી બની રહેશે. આ સાથે અમદાવાદની ખાનગી હોસ્પિટલોએ official mail id પરથી chaamphobdistribution@gmail.com પર દર્દીની સંપૂર્ણ વિગત મેળવી આપવાની રહેશે.