ગુજરાત

gujarat

માહિતી આયોગે વિરમગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરને 15 હજારનો દંડ ફટકાર્યો

By

Published : Oct 23, 2020, 4:21 PM IST

વિરમગામ શહેરમાં ગોળપીઠ જકાતી નાકા પાસે રહેતા ફરિયાદી જયંતી ઠાકોર દ્વારા માહિતી અધિકારી અધિનિયમ હેઠળ પોતાના પુત્રના મોતનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ અને એફ.એસ.એલ રીપોર્ટની માંગણી વિરમગામ ગાંધી હોસ્પિટલના ડોક્ટર પાસે કરવામાં આવી હતી. ત્યારે અંદાજીત એક વર્ષ થયું છતાં માહિતી ફરિયાદીને પૂરી પાડવામાં ન આવતા ફરિયાદી દ્વારા આયોગમાં અપીલ કરાઈ હતી, જેથી આયોગ દ્વારા ચોક્કસ સમયમર્યાદામાં માહિતી પૂરી પાડવા માહિતી અધિકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરને આદેશ આપ્યો હતો. જેની અવગણના થતા માહિતી આયોગ દ્વારા મેડિકલ ઓફિસર પ્રણવ મોદીને 15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

માહિતી આયોગે વિરમગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરને 15 હજારનો દંડ ફટકાર્યો
માહિતી આયોગે વિરમગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરને 15 હજારનો દંડ ફટકાર્યો

  • વિરમગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરને ફટકારવામાં આવ્યો દંડ
  • માહિતી આયોગે 15 હજારનો ફટકાર્યો દંડ
  • અરજદારને માહિતી ન મળતા મેડીકલ ઓફિસરને ફંટકાર્યો દંડ

અમદાવાદઃ જિલ્લાના વિરમગામ શહેરમાં ગોળપીઠા જકાતી નાકા પાસે રહેતા જયંતી ઠાકોર દ્વારા માહિતી અધિકાર હેઠળ પોતાના પુત્ર દશરથજીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને એફ.એસ.એલ રીપોર્ટની માંગણી ગાંધી હોસ્પિટલના ડોક્ટર પાસે કરવામાં આવી હતી. જેને અંદાજિત એક વર્ષ જેટલો સમયગાળો વીત્યો હોવા છતાં જયંતીજીને માંગેલી માહિતી મળી ન હતી. ફરિયાદીના પુત્રનું તારીખ 18/03/2017 ના રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માહિતી આયોગ સમક્ષ અપીલ કરી હોવા છતા ફરિયાદીને કોઈ માહિતી પૂરી પાડવામાં આવી નથી, આમ જાહેર માહિતી અધિકારી એ બિન સંવેદનશીલ રીતે માહિતી આપવામાં ઢીલ કરીને ગુનાહિત બેદરકારી દર્શાવી છે.

માહિતી આયોગે વિરમગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરને 15 હજારનો દંડ ફટકાર્યો
માહિતી આયોગે વિરમગામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરને 15 હજારનો દંડ ફટકાર્યો

ડો. પ્રણવ મોદીને 15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો

ઓફિસરે નિયત સમયમર્યાદામાં ફરિયાદીને કોઈ માહિતી પૂરી પાડી ન હોવાથી આયોગ ડો. પ્રણવ મોદીને રૂપિયા 15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડની રકમ ડૉ. પ્રણવ મોદીએ પોતાના ભંડોળમાંથી ભરપાઈ કરવાની રહેશે અથવા તો તેમના પગારમાંથી કપાત કરીને ભરપાઈ કરવાની રહેશે. તેઓએ માસિક પાંચ હજારના ત્રણ હપ્તામાં જમા કરવાના રહેશે અને દંડ ભર્યા અંગેની દરેક પહોંચ ચલણની નકલ આયોગને મોકલવાની રહેશે.

ABOUT THE AUTHOR

...view details