- IIM અમદાવાદમાં કેન્દ્રિય નાણાં પ્રધાનનું વિદ્યાર્થીઓને સંબોધન
- ઘી ઈકોનોમી રિબાઉન્ડ એન્ડ ઘી ઇન્ડિયન ઈકોનોમી ઈન 2021 ઉપર યોજાઈ ચર્ચા
- નવી શિક્ષણનીતિ, બજેટ વ્યવસ્થા ઉપર કર્યું સંબોધન
અમદાવાદઃપ્રાઇવેટાઇઝેશન તરફ સરકારની નીતિ વિષયે કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે જણાવ્યું કે, માત્ર પબ્લિક સેક્ટરની હાજરી તમામ માંગોને પહોંચી ન શકે. તેથી પ્રાઇવેટાઇઝેશનની જરૂર છે. કેટલાક ક્ષેત્રોમાં એટોમિક સંરક્ષણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં પબ્લિક સેક્ટરની જરૂર છે. સરકારનો ઉદ્દેશ્ય છે કે મૂળ બજારના પ્રાઇવેટાઇઝેશન સાથે પબ્લિક સેક્ટર પણ સ્પર્ધા કરી શકે.