અમદાવાદ પોતાના વતન પરત ફરવું કોને ન ગમે અને આનાથી વિશેષ ખુશી કોઈના માટે શું હોઈ શકે. એમાં પણ જ્યારે દુશ્મન દેશમાંથી પોતાના વતન પરત ફરવાની ખુશી જ કંઈક અલગ હોય છે. આવી જ ખુશી મળી છે કુલદીપ યાદવને. કુલદીપ યાદવ (Indian Prisoner Kuldeep Yadav) છેલ્લા 30 વર્ષથી પાકિસ્તાની જેલમાં કેદ (Kuldeep Yadav set free by Pakistan) હતાં. ત્યારે આટલા વર્ષો પછી તેઓ પોતાના વતન ભારત પરત ફર્યા છે. ત્યારે ETV Bharatના સંવાદદાતા પાર્થ ગાંધીએ અમદાવાદ ખાતે તેમની સાથે ખાસ વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે તેમની પર થયેલા અત્યાચારની સાથે જ તેમના કડવા અનુભવો વિશે પણ માહિતી આપી હતી.
30 વર્ષ રહ્યા જેલમાંપાકિસ્તાનની જેલમાં 30 વર્ષથી જેલવાસ ભોગવનારા (Kuldeep Yadav set free by Pakistan) ભારતીય નાગરિક એવા કુલદીપ યાદવની (Indian Prisoner Kuldeep Yadav) વતનવાપસી થઈ છે. તેઓ વર્ષ 1992માં પાકિસ્તાન ગયા હતા. તેઓ જ્યારે વર્ષ 1994માં ભારત પરત ફરતી વેળાએ બોર્ડર ક્રોસ (crossing border from pakistan) કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન ત્યાંના સ્થાનિક લોકોને તેમની પર શંકા ગઈ હતી. ત્યારબાદ એજન્સીએ તેમની ધરપકડ કરી હતી. તેઓ માત્ર 27 વર્ષની ઉંમરે પાકિસ્તાનની જેલમાં કેદ (latest pakistan jail news ) થયા હતા. ત્યારે આખરે 30 વર્ષ પછી તેઓ વતન પરત આવતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
2.5 વર્ષ સુધી ચાલ્યું ઈન્ટરોગેશનજૂન 1994માં પાકિસ્તાની એજન્સીના હાથે પકડાયા બાદ કુલદીપ યાદવનું કોર્ટ માર્શલ થયું (Indian Prisoner Kuldeep Yadav) હતું. લગભગ 2.5 વર્ષ સુધી તેમનું ઈન્ટરોગેશન ચાલ્યું હતું. ત્યારબાદ વર્ષ 1996માં કુલદીપ યાદવને લાઇફ ઈમ્પ્રિઝનમેન્ટ એટલે કે આજીવન કેદની સજા મળી હતી, જેથી તેઓને સિવિલ જેલ સેન્ટ્રલ જેલ કોટલખપત લાહોર ખાતે મોકલવામાં (latest pakistan jail news ) આવ્યા હતા.
કુલદીપ યાદવ 30 વર્ષ પછી પાકિસ્તાની જેલમાંથી છૂટી (Indian Prisoner Kuldeep Yadav) પોતાના ઘરે અમદાવાદ પહોંચ્યા હતા. તે દરમિયાન તેમણે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં પાકિસ્તાની જેલની કડવી યાદની સાથે પરિવારને મળવાની ખુશી (Kuldeep Yadav set free by Pakistan) પણ વ્યક્ત કરી હતી. તેઓ માત્ર 27 વર્ષની ઉંમરથી પાકિસ્તાની જેલમાં બંધ હતા. સાથે જ તેઓ પાકિસ્તાની જેલમાં મૃત્યુ પામનારા એવા સરબજિતના પણ મિત્ર હતા. મહત્વનું છે કે, કુલદીપના પરિવારજનોએ તેમને છોડાવવાના અનેક પ્રયાસો કર્યા હતા.
સરબજિત અંગે કહી આ વાત કુલદીપ યાદવે (Indian Prisoner Kuldeep Yadav) સરબજિત અંગે વાત કરતા જણાવ્યું હતું કે, હું વર્ષ 1996માં જેલમાં ગયો હતો અને વર્ષ 1997માં તેમને પહેલી વાર મળ્યો હતો. સરબજિત અને મારી સારી મિત્રતા હતી. દર 15 દિવસે જેલવાળા અમારી મુલાકાત કરાવતા હતા. 15 દિવસનો રૂટિન પીરિયડ હતો. એ પછી જ મળી શકાય, એટલે 15 દિવસ બાદ એ (સરબજિત) નામ મોકલતો હતો, જેના જેના નામ મોકલે એ લોકો તેને મળી શકતા હતા. એ ઘણો જ સારો હતો. તેણે પણ દેશ માટે જ કામ કર્યું અને દેશ માટે જ જાન પણ ગુમાવી.
સરબજિતને છેલ્લે ન મળી શક્યાતેમણે સરબજિત અંગે વધુમાં જણાવતા કહ્યું હતું કે, સરબજિત સ્વભાવે ઘણા સારા હતા. જેટલા પણ લોકો હતા એ બધા સાથે તેમનું સારું બનતું હતું. ક્યાં શું થયું કે અંદરોઅંદર શેનો ઝઘડો થયો કે, તેની હત્યા કરવામાં આવી. તેનું મને ઘણું દુઃખ છે કે, હું છેલ્લે તેને મળી ન શક્યો.
પાકિસ્તાની કેદી અને અમારી બેરેક અલગ હતી ત્યારબાદ ઘણા ફેરફાર આવ્યા હતા. પહેલા પાકિસ્તાની કેદી અને અમારી બેરેક અલગ રહેતી, પરંતુ અમે મળી શકતા હતા, પરંતુ સરબજિતની હત્યા પછી અમને બિલકુલ અલગ કરી નાખ્યા હતા. કોઈ પાકિસ્તાની અમને ન મળી શકે અને અમે તેમને ન મળી શકીએ. તથા સિક્યોરિટી એક્ટ (pakistan security act ) અંતર્ગત મોટો ફેરફાર હતો. એ પહેલાં અમારી હાલત ઘણી જ નાજૂક હતી, પરંતુ એ પછી ત્યાંની સરકારે સગવડો ઘણી વધારી દીધી અને પહેલાં જમવાનું પણ સારું નહોતું, પરંતુ પછી એ ઘણું સારું કર્યું છે. મેડિકલ ચેકઅપની સુવિધા સારી કરી છે. ત્યાંના ડૉક્ટર પણ અમારું સારું ધ્યાન રાખતા હતા.