અમદાવાદઃ અત્યારે વિશ્વમાં કદાચ એવી કોઈ જગ્યા નથી કે, જ્યાં ભારતીયોએ પોતાનો ડંકો ન વગાડ્યો હોય. જમીન પર હોય કે પછી આકાશ પર કે પછી અંતરિક્ષમાં. દરેક જગ્યાએ ગુજરાતીઓ અને ભારતીયોએ (Nari Shakti) પોતાના નામને હંમેશા રોશન કર્યું છે. આવી જ રીતે મૂળ રાજકોટના અને ISROમાં સિસ્ટમ એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં મિનલ રોહિતનો (ISRO Systems Engineer Minal Rohit) પણ દેશમાં મહત્વનો ફાળો રહ્યો છે. તો આવો તેમણે કયા મિશનમાં પોતાની ભૂમિકા ભજવી હતી. તેની પર કરીએ એક નજર.
ગુજરાતી મહિલાની સિદ્ધિ - મિનલ રોહિત એ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (Indian Space Research Organisation ISRO)માં સિસ્ટમ એન્જિનિયર (ISRO Systems Engineer Minal Rohit) છે. તેમણે મંગળ પર મંગળયાન મોકલવાની પરિયોજનામાં કાર્ય કર્યું હતું. તેઓ નિરમા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીમાંથી (Ahmedabad Nirma University of Technology) સ્નાતક થયા પછી ISROમાં જોડાયા હતા. તેમણે એમઓએમની ટીમના મિકેનિકલ એન્જિનિયરો સાથે (MOM Team System Integration Engineer) કાર્યું કર્યું છે. અવકાશયાન સાથે સંકળાયેલી સિસ્ટમો અને મિથેન સેન્સરનું નિરીક્ષણ કર્યું હતું. તેમ જ એમઓએમ છોડનારી ટીમમાં તેમણે સિસ્ટમ ઈન્ટિગ્રેશન એન્જિનિયર તરીકે કાર્ય કર્યું હતું.
આ પણ વાંચો-કૃષિક્ષેત્રે 'નારી તું નારાયણી' પંક્તિને સાર્થક કરતી મહિલા ખેડૂતો લોકોને આપે છે પ્રેરણા
એક સ્પેસ શૉ જોયા પછી જીવનનું ધ્યેય બદલાયું -મિનલ રોહિતનો જન્મ ગુજરાતના (Minal Rohit From Gujarat) રાજકોટમાં થયો હતો. બાળપણથી તેમણે ડૉકટર બનવાનું સ્વપ્ન જોયું હતું, પરંતુ ધોરણ 8માં ભણતા વખતે તેમણે ટીવી પર એક સ્પેસ શૉ જોયો અને તેમણે તેમનું ધ્યેય બદલી નાંખ્યું હતું. મિનલ રોહિત વર્ષ 1999માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.ટેક સાથે તેઓ સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાંથી સ્નાતક થયાં અને અમદાવાદની નિરમા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (Ahmedabad Nirma University of Technology) અને સાયન્સમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરીંગમાં ગોલ્ડ મેડલ (Electronics and Communication Engineering) જીત્યો હતો.