ગુજરાત

gujarat

ETV Bharat / city

ભારતના 400 બિલયન ડૉલરના નિકાસ લક્ષ્યાંકને સિદ્ધ કરીશુંઃ દર્શના જરદોશ - union minister darshana jardosh

ભારતના 400 બિલયન ડોલર નિકાસ લક્ષ્યાંકના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલા સ્વપ્નને “વાણિજ્ય ઉત્સવ” થકી વેગ મળશે તેમ કેન્દ્રીય રેલ્વે અને કાપડપ્રધાન દર્શાના જરદોશે અમદાવાદમાં રાજ્યકક્ષાના “વાણિજ્ય ઉત્સવ”ના શુભારંભ પ્રસંગે જણાવ્યું હતું.

ભારતના 400 બિલયન ડૉલરના નિકાસ લક્ષ્યાંકને સિદ્ધ કરીશુંઃ દર્શના જરદોશ
ભારતના 400 બિલયન ડૉલરના નિકાસ લક્ષ્યાંકને સિદ્ધ કરીશુંઃ દર્શના જરદોશ

By

Published : Sep 21, 2021, 10:29 PM IST

  • દેશભરમાં વાણિજ્ય ઉત્સવનું આયોજન
  • ગુજરાત ઉત્પાદન ક્ષેત્રે મોખરે
  • ગુજરાતના વિકાસ મોડેલનો અન્ય રાજ્યોનો સ્વીકાર
  • દેશમાં નિકાસ ક્ષેત્રે ગુજરાતનું યોગદાન 20 ટકાથી વધુ

અમદાવાદ:ગુજરાતમાં યોજાયેલ 2 દિવસીય ‘વાણિજ્ય ઉત્સવ’ રાજ્યના ઉદ્યોગકારો અને રોકાણકારોને પારસ્પરિક ચર્ચા-વિચારણા અને વિચારોના આદાન પ્રદાન કરવા એક કડીરૂપ સાબિત થશે. જેના થકી રાજ્યની ઔદ્યોગિક શક્તિ વધુ પ્રબળ બનશે તેવો ભાવ ટેક્સટાઈલ પ્રધાન દર્શના જરદોશે વ્યક્ત કર્યો હતો.

ભારતના 400 બિલયન ડૉલરના નિકાસ લક્ષ્યાંકને સિદ્ધ કરીશુંઃ દર્શના જરદોશ

દેશના નિકાસ ક્ષેત્રમાં ગુજરાતનું યોગદાન 20 ટકાથી વધુ

દેશના નિકાસ ક્ષેત્રમાં ગુજરાતનું યોગદાન 20 ટકાથી વધુ છે. ગુજરાતમાં કૃષિ,ખાદ્ય, ડેરી, રસાયણ, કપડા, આભૂષણો, જેમ્સ, ફાર્મા, ખનીજ વગેરે જેવી ચીજવસ્તુઓના ઉત્પાદને હરણફાળ ભરી છે. ત્યારે જેના થકી જ રાજ્યનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. આજે ગુજરાતનું વિકાસ મોડલ દેશના અન્ય રાજ્યોએ પણ સ્વીકાર્યું છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ફાર્મા, ટેક્સટાઇલ, ટેલીકોમ ઉધોગ ક્ષેત્રે 11થી વધુ પી.એલ.આઇ. (Productivity linked incentives)સ્કીમ લોન્ચ કરીને રોકાણકારોને આકર્ષવાના પ્રયાસો કર્યા છે. જે આજે દેશના રોકાણકારો માટે આ ક્ષેત્રમાં રોકાણ કરવા માટેની સુર્વણ તક ઉભી કરી છે.

નિકાસને વેગ આપવા દેશમાં વાણિજ્ય ઉત્સવ

PM નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ આત્મનિર્ભર અભિયાન દેશને વિવિધ ચીજ-વસ્તુઓના ઉત્પાદન ક્ષેત્રેમાં આત્મનિર્ભર બનાવી રહ્યું છે. જેણે રોજગારીમાં પણ વધારો થઇ રહ્યો છે. દેશમાં ઉત્પાદન થતી ચીજવસ્તુઓની નિકાસને વેગ આપવા માટે દેશભરના વિવિધ રાજ્યો અને જિલ્લા સ્તરે વાણિજ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. કોરોના મહામારીમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પ્રતિકૂળ અસરો જોવા મળી છે. તેવી પરિસ્થિતિઓ વચ્ચે પણ દેશ આર્થિક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે ત્યારે નિકાસ અને સેવાઓને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. રાજ્યકક્ષાના ઉધોગમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, PM મોદીએ સમગ્ર દેશમાં વિકાસની રાજનીતીની શરૂઆત કરી છે.

ગુજરાતની રોકાણનીતિ દેશ વિદેશના રોકાણકારોને આકર્ષી રહી છે

વર્ષ 2001-02 માં રાજ્યમાં 1008 કરોડની નિકાસ હતી જે આજે 2021માં 4.48 લાખ કરોડ સુધી પહોંચી છે, જે નરેન્દ્ર મોદીના દીર્ધદ્રષ્ટિનું પરિણામ છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું. દેશમાં 4.20 લાખ MSME ઉધોગોની નોંધણી થઈ છે, જેમાં ગુજરાતનો ફાળો 10 ટકા જેટલો છે. આમ, ગુજરાત રાજ્ય અન્ય રાજ્યોના રોકાણકારો અને ઉધોગકારો માટે લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી તરીકે ઉભરી આવ્યું છે. જગદીશ વિશ્વકર્માએ વાયબ્રન્ટ ગુજરાત સમિટનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003 માં શરૂ કરેલી વાઇબ્રન્ટ સમિટની 9મી આવૃત્તિનું ટૂંક સમયમાં આયોજન થશે. ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં યોજાયેલ 8 વાઇબ્રન્ટ સમિટમાં 1 લાખ કરતા પણ વધારે એમ.ઓ.યુ. થયા છે. જે સ્પષ્ટપણે દર્શાવે છે રાજ્યની રોકાણનીતિ દેશ- વિદેશના રોકાણકારોને આકર્ષી રહી છે.

વાણિજ્ય ઉત્સવનો ઉદ્દેશ શું છે?

પ્રગતિશીલ ભારતના 75 વર્ષ અને તેના ભવ્ય ઇતિહાસની ઉજવણી માટે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દેશભરમાં એક વાણિજ્ય વિભાગ 20 થી 26 સપ્ટેમ્બર, 2021 સુધી દેશના વિવિધ સ્થળોએ (વેપાર અને વાણિજ્ય સપ્તાહ)નું આયોજન કરશે. ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (DEPCs),જેની અધ્યક્ષતા સંબંધિત જિલ્લાના જિલ્લા કમિશનરો અથવા તો કલેક્ટરો કરશે.

ABOUT THE AUTHOR

...view details