ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ કોર્પોરેશનની શાળાઓમાં વધારો, ગ્રામ્યની 103 શાળાઓનો સમાવેશ - શિક્ષણ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શાળાઓની સંખ્યા વધારવામાં આવી છે. કોર્પોરેશનની હદમાં કુલ 363 શાળાઓ હતી. જે વધારીને વધુ 103 શાળાઓનો કોર્પોરેશનની શાળાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, કોર્પોરેશન તંત્ર દ્વારા પ્રાથમિક શિક્ષણ સમિતિની કામગીરીઓ વધુ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

અમદાવાદ કોર્પોરેશનની શાળાઓમાં વધારો, ગ્રામ્યની 103 શાળાઓનો સમાવેશ
અમદાવાદ કોર્પોરેશનની શાળાઓમાં વધારો, ગ્રામ્યની 103 શાળાઓનો સમાવેશ

By

Published : Dec 3, 2020, 9:05 PM IST

  • અમદાવાદ કોર્પોરેશનની શાળાઓની સંખ્યા વધી
  • અમદાવાદ ગ્રામ્યમાં 103 વધુ શાળાઓ વધી
  • શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ઉપલબ્ધ કરાવવાની કામગીરી શરુ

અમદાવાદઃ અમદાવાદ કોર્પોરેશનની સ્માર્ટ શાળાઓ બની રહી છે. ગત એક વર્ષની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2 સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી છે. જ્યાં આગળ ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ છે બાળકો છે અને અભ્યાસથી વંચિત ન રહે તે માટેની તમામ સુવિધાઓ છે, ત્યારે તંત્ર દ્વારા વધુ 103 શાળાઓ ગાંધીનગર જિલ્લાનું મ્યુનિસિપલ કોર્પોરેશન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે તમામ કામગીરીઓ પૂર્ણતા અને ચોકસાઈથી થાય તે માટેની કામગીરી કરવામાં આવી રહી છે.

વધુ સ્માર્ટ સ્કૂલ બાળકોને મળશે

સરકારી શાળામાં જતાં અચકાતાં બાળકોના વાલીઓ હવે ખાનગી જેવી હાઇટેક શાળાઓને કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહી છે તેનો ઉપયોગ કરશે. જેે ખાનગી શાળા કરતાં પણ વધારે સારું ભણતર અને અભ્યાસ મળી રહે તે માટે કોર્પોરેશન તંત્ર સજ્જ થઈ રહ્યું છે.

સરકારી શાળામાં જતાં બાળકો હવે અચકાશે નહીં

ખાનગી શાળાને તુલનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરમાં પાંચ જેટલી હાઇટ સ્માર્ટ શાળા અને 10 જેટલી હાઇટેક શાળાઓ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે તંત્ર શિક્ષણ સમિતિ પણ પૂરજોશમાં કાર્ય કરી રહી છે.

103 નવી શાળાઓનો સમાવેશ થતાં ઝોનની કરાશે રચના

103 નવી શાળાઓનો સમાવેશ થતાં ઝોનની કરાશે રચના

અમદાવાદની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વધુ 103 શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં શૈક્ષણિક સ્ટાફ ઉપરાંત બિનશૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓની અભ્યાસને લઈને થતી તમામ પ્રવૃત્તિઓ પર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જ્ઞાન આપશે. 103 નવી શાળાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેને ધ્યાનમાં રાખીને અમદાવાદની શિક્ષણ સમિતિ દ્વારા ઝોનની રચના કરવામાં આવશે અને ઝોન પ્રમાણે વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નોનું નિરાકરણ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ધારાસભ્યો અને તંત્ર તરફથી ગ્રાન્ટ મળે અને શાળાઓના સ્ટ્રક્ચર વિદ્યાર્થીઓના અભ્યાસ અને તમામ જે જરૂરિયાત છે. તે માટે તંત્ર દ્વારા ચોક્કસ પગલાં પણ ભરવામાં આવશે વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ ચોક્કસ ધ્યાન આપવામાં આવશે. 103 શાળાઓનો સમાવેશ કરાતાં હવે કોર્પોરેશનના અંદર કુલ 450થી વધુ શાળાઓનો સમાવેશ થશે.

ABOUT THE AUTHOR

...view details