ગુજરાત

gujarat

ETV Bharat / city

દશેરા-દિવાળીને ધ્યાનમાં રાખી વાયા અમદાવાદ 5 સ્પેશિયલ ટ્રેન દોડશે - Yashvantpur Special

આગામી દશેરા અને દિવાળીના તહેવાર દરમિયાન પશ્ચિમ રેલવેએ વિશેષ ટ્રેનો દોડાવવા નિર્ણય કર્યો છે. પ્રવાસીઓની માગ અને સુવિધાને ધ્યાનમાં રાખી અમદાવાદથી યશવંતપુર એક્સપ્રેસ અને ઉપરાંત 5 જોડી વિશેષ ટ્રેનો અમદાવાદ થઈને ચલાવવામાં આવશે.

સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન
સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન

By

Published : Oct 19, 2020, 7:31 PM IST

  • દશેરા અને દિવાળીના તહેવારોમાં દોડશે વિશેષ ટ્રેન
  • પશ્ચિમ રેલવેએ 5 જોડી વિશેષ ટ્રેનો ચલાવવા કર્યો નિર્ણય
  • યશવંતપુર એક્સપ્રેસ સહિત 5 વિશેષ ટ્રેનો દોડશે
  • તમામ 5 વિશેષ ટ્રેન અમદાવાદ થઈને જશે
    દશેરા-દિવાળીને ધ્યાનમાં રાખી વાયા અમદાવાદ 5 સ્પેશિયલ ટ્રેન દોડશે


જાણો, કઇ વિશેષ ટ્રેન દોડાવાશે...

  • ટ્રેન નં. 06501/06502 અમદાવાદ-યશવંતપુર-અમદાવાદ સ્પેશિયલ (સાપ્તાહિક):

ટ્રેન નંબર 06501 અમદાવાદ- યશવંતપુર સ્પેશિયલ 27 ઓક્ટોબરથી 1 ડિસેમ્બર સુધી દર મંગળવારે અમદાવાદથી 18:40 વાગ્યે ઊપડશે અને ત્રીજા દિવસે સવારે 4:45 વાગ્યે યશવંતપુર પહોંચશે. પરતમાં, ટ્રેન નંબર 06502 યશવંતપુર-અમદાવાદ સ્પેશિયલ, 25 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી દર રવિવારે બપોરે 13:30 વાગ્યે યશવંતપુરથી ચાલશે અને ત્રીજા દિવસે બપોરે 02: 20 વાગ્યે અમદાવાદ પહોંચશે. પશ્ચિમ રેલવેના રૂટ પર આ ટ્રેન આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત અને નંદુરબાર સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

  • ટ્રેન નંબર 06505/06506 ગાંધીધામ-કેએસઆર બેંગલુરુ-ગાંધીધામ (સાપ્તાહિક):


ટ્રેન નંબર 06505 ગાંધીધામ - કેએસઆર બેંગ્લોર ગાંધીધામથી દર મંગળવારે 27 ઓક્ટોબરથી 1 ડિસેમ્બર સુધી સવારે 9.15 વાગ્યે ચાલશે અને ત્રીજા દિવસે બપોરે 3 વાગ્યે કેએસઆર બેંગ્લોર પહોંચશે. પરતમાં વાપસીમાં ટ્રેન નંબર 06506 કેએસઆર બેંગ્લોર-ગાંધીધામ સ્પેશિયલ બેંગલુરુથી દર શનિવારે રાત્રે 21:50 વાગ્યે 24 ઓક્ટોબરથી 28 નવેમ્બર સુધી ચાલશે અને ત્રીજા દિવસે બપોરે 12:30 વાગ્યે ગાંધીધામ પહોંચશે. પશ્ચિમ રેલવેના રૂટ પર ટ્રેન સામાખ્યાલી, ધાંગધ્રા, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, અંકલેશ્વર, સુરત અને વસઈ રોડ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

  • ટ્રેન નંબર 06507/06508 જોધપુર-કેએસઆર બેંગ્લોર-જોધપુર (દ્વિ-સાપ્તાહિક):


ટ્રેન નંબર 06507 જોધપુર-કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ ગુરુવાર અને શનિવારે 24 ઓક્ટોબરથી 3 ડિસેમ્બર સુધી સવારે 05: 15 વાગ્યે જોધપુરથી ચાલશે અને ત્રીજા દિવસે બપોરે 03:00 વાગ્યે કેએસઆર બેંગ્લોર પહોંચશે. પરતમાં ટ્રેન નંબર 06508 કેએસઆર બેંગ્લોર-જોધપુર 21 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી દર સોમવાર અને બુધવારે 21:50 વાગ્યે કેએસઆર બેંગ્લોરથી ચાલશે અને ત્રીજા દિવસે જોધપુર 16:50 વાગ્યે પહોંચશે. પશ્ચિમ રેલવેના માર્ગ પર આ ટ્રેન પાલનપુર, અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, વાપી અને વસઈ રોડ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

દશેરા-દિવાળીને ધ્યાનમાં રાખી વાયા અમદાવાદ 5 સ્પેશિયલ ટ્રેન દોડશે
  • ટ્રેન નંબર 06209/06210 મૈસુર-અજમેર સ્પેશિયલ (દ્વિ-સાપ્તાહિક):


ટ્રેન નંબર 06209 અજમેર-મૈસુર સ્પેશિયલ અજમેરથી દર શુક્રવાર અને રવિવારે 23 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી 5:30 વાગ્યે ચાલશે અને ત્રીજા દિવસે 6 વાગ્યે મૈસૂર પહોંચશે. પરતમાં ટ્રેન નંબર 06210 મૈસુર-અજમેર સ્પેશિયલ પ્રતિ મંગળવાર અને ગુરુવારે 20 ઓક્ટોબરથી 26 નવેમ્બર સુધી મૈસુરથી 18:35 વાગ્યે ચાલશે અને ત્રીજા દિવસે 17:30 વાગ્યે અજમેર પહોંચશે. માર્ગમાં, આ ટ્રેન પાલનપુર, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી અને વસઈ રોડ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

  • ટ્રેન નંબર 08502/08501 ગાંધીધામ-વિશાખાપટ્ટનમ-ગાંધીધામ (સાપ્તાહિક):


ટ્રેન નંબર 08502 ગાંધીધામ-વિશાખાપટ્ટનમ સ્પેશિયલ ગાંધીધામથી 25 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી દર રવિવારે 22:45 વાગ્યે ઊપડશે અને વિશાખાપટ્ટનમ ત્રીજા દિવસે બપોરે 14:35 વાગ્યે પહોંચશે. પરતમાં ટ્રેન નંબર 08501 વિશાખાપટ્ટનમ-ગાંધીધામ દર ગુરુવારે 22 ઓક્ટોબરથી 26 નવેમ્બર સુધી વિશાખાપટ્ટનમથી 17:35 વાગ્યે ચાલશે અને ત્રીજા દિવસે 9 વાગ્યે ગાંધીધામ પહોંચશે.

માર્ગમાં આ ટ્રેન ભચાઉ, સામાખ્યાલી, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, મલકાપુર, અકોલા જંક્શન, બડનેરા, વર્ધા, ચંદ્રપુર, બલ્લારશાહ, સિરપુર કાગજનગર, રામાગુંડમ, વારંગલ, વિજયવાડા, એલ્લુરૂ અને ડુવાડા સ્ટેશનો પર રોકાશે.

  • ટ્રેન નંબર 05046/05045 ઓખા-ગોરખપુર-ઓખા મેલ એક્સપ્રેસ સાપ્તાહિક:

ટ્રેન નંબર 05046 ઓખા-ગોરખપુર મેલ એક્સપ્રેસ ઓખાથી દર રવિવારે 25 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી 21:00 વાગ્યે ઊપડશે અને ત્રીજા દિવસે 19:25 વાગ્યે ગોરખપુર પહોંચશે. પરતમાં ટ્રેન નંબર 05045 ગોરખપુર-ઓખા મેલ એક્સપ્રેસ 22 ઓક્ટોબરથી 26 નવેમ્બર સુધી દર ગુરુવારે ગોરખપુરથી 4:45 વાગ્યે ઊપડશે અને ત્રીજા દિવસે 3:55 વાગ્યે ઓખા પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં બસ્તી, ગોંડા, બારાબંકી, બાદશાહનગર, કાનપુર સેન્ટ્રલ, ઈટાવા, ટુંડલા, રાજા કી મંડી, આગરા કેન્ટ, ધૌલપુર, મુરેના, ગ્વાલિયર, ઝાંસી, બીના, અશોકનગર, ગુના, રૂઠિયાઈ, બ્યાવરા રાજગઢ, શાઝાપુર , મક્સી, ઉજ્જૈન, નાગદા, રતલામ, ગોધરા, છાયાપુરી, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્ટેશન પર રોકાશે.

ABOUT THE AUTHOR

...view details