છેલ્લાં કેટલાક સમયથી અમદાવાદના હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમ કેસમાં 2 સાધ્વીની ધરપકડ કરવામાં આવી છે. જેને શનિવારે વધુ પૂછપરછ માટે હીરાપુર ગામ પાસેની DPS સ્કૂલના આશ્રમમાં લઈ જવામાં આવી હતી. નિત્યાનંદ આશ્રમમાંથી મળેલાં ડિઝિટલ લોકરની તપાસ અર્થે બંન્ને સાધ્વીના વધુ પૂછપરછ કરવા માટે આશ્રમમાં લઈ જવામાં આવી હતી.
નિત્યાનંદ આશ્રમ કેસમાં 2 સાધ્વીની DPS સ્કૂલના આશ્રમમાં કરાઈ પૂછપરછ - શું છે નિત્યાનંદ આશ્રમ વિવાદ
અમદાવાદ: નિત્યાનંદ આશ્રમ કેસમાં કોર્ટે 2 સાધ્વીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેને લઇને બન્ને સાધ્વીને વધુ પૂછપરછ માટે હીરાપુર ગામ પાસેની DPS સ્કૂલના આશ્રમમાં લઈ જવામાં આવી હતી.
નિત્યાનંદ આશ્રમ કેસમાં 2 સાધ્વીની DPS સ્કૂલના આશ્રમમાં પૂછપરછ
ઉલ્લેખનીય છે કે, આ કેસમાં 20 નવેમ્બરના રોજ બે સંચાલિકાને મિર્ઝાપુર ખાતેની રૂરલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં કોર્ટ બન્ને સંચાલિકાના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ કેસને
અંગે રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, "નિત્યાનંદન કેસમાં સાથે જોડાયેલા તમામ ગુનેગાર વિરૂધ રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે."