સરકારી વકીલ રમેશ પટની તરફે ગુનો સાબિત કરવા માટે 23 દસ્તાવેજી પુરાવા અને 24 સાક્ષીઓની જુબાની કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. સરકારી વકીલની દલીલ અને પુરાવાઓને માન્ય રાખીને કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
પ્રેમ-પ્રકરણ હત્યા કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી - સેશન્સ કોર્ટે
અમદાવાદઃ વર્ષ 2018માં પરણીત સ્ત્રી સાથે આડા સંબંધોની વાત આરોપીએ તેની મહિલા મિત્રને જાણ ન કરવા કહ્યું હતું. પરંતુ પરણીત સ્ત્રીએ તેની સામે વાંધો ઉઠાવતા તેની હત્યા કરી દેવામાં આવી હતી. જે કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે દ્વારા આરોપી મુનીર મિર્ઝાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
ahmedabad
આ સમગ્ર કેસની વિગત એવી છે કે આરોપી મુનીર પરીણિત સ્ત્રીને તેના આડા સંબંધોની જાણ તેની મિત્ર નીતુને ના કરવાની વાત સામે વાંધો ઉઠાવતા આરોપીએ મૃતકને રિક્ષામાં બેસાડી ગ્યાસપુર પાસે તેના હાથ અને શરીરના અન્ય ભાગો પર ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી.