ગુજરાત

gujarat

ETV Bharat / city

કૃષ્ણનગરમાં નવજાત બાળકીને અજાણ્યા લોકો બસ સ્ટેન્ડ નીચે મૂકી ફરાર - બાળકીને અજાણ્યા લોકો બસ સ્ટેન્ડ નીચે મૂકી ફરાર

ગાંધીનગર બાદ અમદાવાદમાં પણ બાળક મૂકી દેવાનો કિસ્સો સામે આવ્યો છે, ત્યારે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં લક્ષ્મી સ્વરૂપ એક બાળકી રઝળતી હતી. નવજાત બાળકીને કોઈ રસ્તાની બાજુમાં આવેલા બસ સ્ટોપની નીચે મૂકીને જતું રહ્યું હતું. એક તરફ લોકો લક્ષ્મીને વધાવવા માટે પ્રયાસ કરતા હતા ત્યારે આ દિકરી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. કોઈ દુકાનદારે આ બાળકીના રડવાનો અવાજ સાંભળ્યો અને પોલીસને જાણ કરી હતી. જે બાદ બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી.

કૃષ્ણનગરમાં નવજાત બાળકીને અજાણ્યા લોકો બસ સ્ટેન્ડ નીચે મૂકી ફરાર
કૃષ્ણનગરમાં નવજાત બાળકીને અજાણ્યા લોકો બસ સ્ટેન્ડ નીચે મૂકી ફરાર

By

Published : Nov 5, 2021, 7:08 PM IST

  • ગાંધીનગર બાદ અમદાવાદમાં પણ બાળક મૂકી દેવાનો કિસ્સો સામે આવ્યો
  • કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા મહાકાળી માતાના મંદિર પાસેનો બનાવ
  • AMTS બસ સ્ટેન્ડની નીચે બાળકીને મૂકી અજણાયા ફરાર

અમદાવાદ: દિવાળીની રાતે સમગ્ર દેશ ઝગમગાટ સાથે નવા વર્ષના વધામણાં કરવા માટે પ્રયાસ કરી રહ્યો હતો. મોટાભાગના પરિવાર પોતાના ઘરમાં લક્ષ્મી પૂજા આરાધના કરી રહ્યા હતા, પણ કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ એ.એમ.ટી.એસ બસ સ્ટોપની લોંખડની બેન્ચ નીચે નવજાત બાળકી રડી રહી હતી. કોઈ અજાણી વ્યક્તિ આ બાળકીને કપડામાં લપેટીને નાખી ગઈ હતી.

અહીંયા કોઈનો રડવાનો અવાજ આવે છે

રાતના 12 વાગે ફટકડાનો અવાજ આવતો હતો. લોકો પોતાના ઘરે આનંદ ઉત્સાહમાં હતા. કૃષ્ણનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા એક વ્યક્તિએ પોતાની દુકાન બંધ કરીને ઘર તરફ જતા હતા, ત્યારે નાના બાળકો તેમની પાસે આવ્યા અને કહ્યું કે અહીંયા કોઈનો રડવાનો અવાજ આવે છે.

આ પણ વાંચો:વિક્રમ સંવત 2078ના વર્ષની જૂનાગઢવાસીઓએ દેવદર્શનથી શરૂઆત કરી

બાળકીને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવમાં આવી

સ્થાનિકોએ ત્યાં જઈને જોયું તો ત્યાં એક કપડામાં તાજી જન્મેલી બાળકી હતી. બસ સ્ટોપની લોખંડ બેન્ચ નીચે આ બાળકીને જોઈને પંકજભાઈએ તાત્કાલીક પોલીસને જાણ કરી હતી. પોલીસ અને 108ની ટીમ ત્યાં પહોંચી હતી. બાળકીને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવમાં આવી હતી. જ્યારે બાળકીને કોણ મૂકી ગયું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાના પરિવાર સાથે નવાવર્ષની ઉજવણી કરી

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details