ગુજરાત

gujarat

ETV Bharat / city

ગોમતીપુરમાં યુવતીની છેડતી અટકાવવા આવનારા વ્યક્તિની આંગળી કાપી નાંખી - મહિલા સુરક્ષા

અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષાને લઈને પોલીસ દ્વારા અનેક પગલા લેવામાં આવી રહ્યાં છે. છતાં શહેરમાં અનેકવાર મહિલાઓ સાથે અત્યાચાર, છેડતી જેવા કિસ્સા સામે આવી રહ્યાં છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં યુવતીની ત્રણ ઈસમો દ્વારા છેડતી કરવામાં આવી અને મહિલાને બચાવનારા વ્યક્તિની પણ ચપ્પુ વડે આંગળી કાપવાની કોશિશ કરી હતી.

ગોમતીપુરમાં યુવતીની છેડતી અટકાવવા આવનાર વ્યક્તિની આંગળી કાપી નાંખી
ગોમતીપુરમાં યુવતીની છેડતી અટકાવવા આવનાર વ્યક્તિની આંગળી કાપી નાંખી

By

Published : Aug 31, 2020, 3:33 PM IST

અમદાવાદ: શહેરના બાપુનગરથી એક યુવતી ગોમતીપુર જઈ રહી હતી ત્યારે અન્ય બાઈક પર 3 ઈસમો આવ્યાં હતાં જેમણે અભદ્ર શબ્દો બોલીને યુવતીની છેડતી કરી હતી. જેથી મહિલાએ પોલીસને જાણ કરવાનો જવાબ આપતાં મહિલા ગોમતીપુર પહોંચી અને રસ્તામાં પોલીસ ઉભી હતી ત્યારે ત્રણેય ઈસમો નાસી ગયાં હતાં.

ગોમતીપુરમાં યુવતીની છેડતી અટકાવવા આવનાર વ્યક્તિની આંગળી કાપી નાંખી
ત્યારબાદ યુવતી ગોમતીપુર પહોંચી ત્યારે ફરીથી તે 3 ઈસમો પોતાની બાઈક પર આવ્યાં હતાં અને તું ક્યા કર લેગી કહીને બીભત્સ શબ્દો બોલવા લાગ્યાં હતાં. જેથી મહિલાના એક ઓળખીતા પણ ત્યાં પહોચ્યાં જેમને આ ઇસમોએ ગડદાપાટુનો માર માર્યો હતો ત્યારે લોકો ભેગા થતાં આ ઈસમો નાસી ગયાં હતાં જે બાદ 3 ઈસમો ફરીથી આવ્યાં હતાં અને ચપ્પુ સાથે લઈને આવ્યાં હતાં.આ ત્રણેય ઇસમોએ મહિલાને બચાવવા આવેલા વ્યક્તિને ચપ્પુ મારવા જતાં હતાં ત્યારે પાસે ઉભેલા વ્યક્તિએ તેનો બચાવ કર્યો હતો અને એક ઇસમે મહિલાને બચાવવા આવેલા વ્યક્તિની જમણા હાથની આંગળી પર ચપ્પુ મારી દીધું હતું જેથી તેમને આંગળી પર ગંભીર ઈજા પહોચી હતી. બનાવ દરમિયાન લોકો એકઠા થયાં હતાં અને 3 ઈસમો પૈકી પ્રકાશ લીંબોડા નામના ઈસમને પકડી પાડ્યો હતો. હાલ મહિલાએ 3 ઈસમો વિરુદ્ધ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. જે પૈકી પોલીસે પ્રકાશ નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય 2 ઈસમો ફરાર છે જેમની પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details