- રાજ્યમાં 108 એમ્બ્યુલન્સ સેવા પણ ખોરવાઈ
- 108નો રિસ્પોન્સ ટાઈમ 2 કલાકે પહોંચ્યો
- કોરોનાના દર્દીઓ સાથે 108ને પણ રોકાવું પડે છે
અમદાવાદ:રાજ્યમાં પહેલા રોજ 450 થી 500 કોવિડના દર્દીને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવતા હતા. જો કે અત્યારની પરિસ્થિતિ ખૂબ જ વિકટ હોવાથી સિવિલમાં એમ્બ્યુલન્સની લાંબી લાઈન જોવા મળતી હોય છે. આથી દર્દી હોસ્પિટલમાં દાખલ ન થાય ત્યાં સુધી 108 એમ્બ્યુલન્સ સાથે ને સાથે જોવા મળતી હોય છે. 108 એમ્બ્યુલન્સની સમગ્ર પ્રક્રિયામાં પહેલા રિસ્પોન્સ ટાઈમ 3 થી 4 મીનિટનો રહેતો હતો. જે હવે વધીને દોઢ થી બે કલાકે પહોંચ્યો છે. અગાઉ 108ના કુલ ઇમર્જન્સી કેસમાં માત્ર 20 ટકા કેસ કોવિડના રહેતા હતા ત્યારે અત્યારે શહેરમાં કોરોનાના કેસ વધારો થતાં પ્રમાણ 50 ટકા થયું છે. જેના કારણે એમ્બ્યુલન્સે દર્દી દાખલ ન થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે.
વધુ વાંચો:1573 બેડ ધરાવતી જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ
108 એમ્બ્યુલન્સ વિભાગના સિનિયર અધિકારીએ ઔપચારિક વાતમાં શું જણાવ્યું ?
ETV Bharat દ્વારા 108 એમ્બ્યુલન્સના હેડનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમને કંઈ પણ કહેવાની ના પાડી દીધી હતો ત્યારે કઠવાડા 108 એમ્બ્યુલન્સની મેઈન ઓફિસેથી સમગ્ર ગુજરાતના હેડનો સંપર્ક કરી જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે તેમણે જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં જ્યારે કોઈ પણ દર્દીના પરિવારજન 108 એમ્બ્યુલન્સ સારવાર માટે ફોન કરતા હતા ત્યારે સૌથી પહેલા તે કોલ સેન્ટર પર રજીસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે. ત્યારબાદ નજીકમાં રહેલી 108 એમ્બ્યુલન્સ ક્યાં છે તે જાણીને દર્દી જે સ્થળે છે ત્યાં કેટલી વારમાં પહોંચી શકે તેનો રિસ્પોન્સ ટાઈમ મેળવવામાં આવતો હતો. 108 દર્દીને હોસ્પિટલમાં ઉતારીને સારવાર માટે મોકલી આપે છે. સામાન્ય સ્થિતિમાં એમ્બ્યુલન્સ 3 થી 4 મીનિટમાં રિસ્પોન્સ આપીને તુરંત દર્દીના ઘર અથવા નોંધાવેલા સરનામાં સુધી પહોંચી જતી હતી. હવે સ્થિતિ બદલાઇ છે જ્યાં સુધી કોરોનાના દર્દીને હોસ્પિટલમાં જગ્યા ન મળે ત્યાં સુધી 108 હોસ્પિટલમાં જ રાહ જોતી ઉભી રહે છે.