અમદાવાદમાં બે ભાઈઓએ પોતાના 4 બાળકો સાથે સામૂહિક આત્મહત્યા કરી? પોલિસે વધુ તપાસ હાથ ધરી - આપઘાત
અમદાવાદના જશોદાનગરમાં એક જ પરિવારના બે સગાં ભાઇઓએ પોતાના ચાર સંતાનો સાથે આપઘાત કરી લીધો છે. બંને ભાઈઓ પોતાના ઘરેથી બાળકોને લઈને ફરવા જવાનું કહીને નીકળ્યા હતાં પરંતુ હવે 6 મૃતદેહ પોલીસને મળ્યાં છે.
અમદાવાદમાં બે ભાઈઓએ પોતાના 4 બાળકો સાથે સામૂહિક આત્મહત્યા કરી? પોલિસે વધુ તપાસ હાથ ધરી
અમદાવાદઃ મૂળ વટવામાં રહેતા ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ, તેમના 4 બાળકોના મૃતદેહ તેઓના જૂના મકાનમાંથી મળી આવ્યાં છે. બંને ભાઈ 17 જૂને ઘરેથી બાળકોને લઈને ફરવા જવાનું કહીને નીકળ્યા હતાં તે બાદ 1 દિવસ સુધી ઘરે ન આવતાં એમની પત્નીએ શોધખોળ કરી હતી ત્યારે તેમના ફ્લેટ પર તપાસ કરતાં ફ્લેટ અંદરથી બંધ હાલતમાં જોવા મળ્યો હતો જેથી પોલીસને જાણ કરી હતી..