ગુજરાત

gujarat

ETV Bharat / city

પૂર્વ સૈનિકોએ સરકાર સામે ચડાવી બાંયો, કહ્યું - માગ સંતોષો નહીં તો.... - અમદાવાદમાં પૂર્વ સૈનિકોનો વિરોધ

અમદાવાદમાં પૂર્વ સૈનિકોએ 14 જેટલી માગણીઓ સાથે વિરોધ પ્રદર્શન (Former soldiers protest in Ahmedabad) કર્યું હતું. સાથે જ તેમણે સરકાર પાસે વિવિધ માગ પણ કરી (Demand of Ex soldiers) છે. તો હવે તેઓ પોતાના માગને લઈને મુખ્યપ્રધાનને પણ આવેદનપત્ર આપશે.

પૂર્વ સૈનિકોએ સરકાર સામે ચડાવી બાંયો, કહ્યું - માગ સંતોષો નહીં તો....
પૂર્વ સૈનિકોએ સરકાર સામે ચડાવી બાંયો, કહ્યું - માગ સંતોષો નહીં તો....

By

Published : Jun 6, 2022, 2:22 PM IST

અમદાવાદઃ શાહીબાગ વિસ્તારમાં આવેલા ડફનાળા પાસેના શહીદ સ્મારક પાસે પૂર્વ સૈનિકોએ પોતાની 14 માગણીઓ સાથે (Demand of Ex soldiers) વિરોધ પ્રદર્શન (Former soldiers protest in Ahmedabad) કર્યું હતું. શહીદ થયેલા સૈનિકોના પરિવારને 1,00,00,000 રૂપિયા આપવામાં આવે તેવી પૂર્વ સૈનિકોની માગ (Demand of Ex soldiers ) છે. તો હવે પૂર્વ સૈનિકો પોતાની વિવિધ માગને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ આવેદનપત્ર આપશે.

માગ નહીં સંતોષાય તો થશે હડતાળ

ગાંધીનગર સુધી કરશે પદયાત્રા - પૂર્વ સૈનિકોના યુનિયનના પ્રમુખ જિતેન્દ્ર નિમાવતે જણાવ્યું હતું કે, તેઓ અહીંથી ગાંધીનગર સુધી પદયાત્રા કરી વિરોધ (Former soldiers protest in Ahmedabad) નોંધાવશે. લોકોની રજૂઆત છે કે, શહીદ થયેલા સૈનિકોના પરિવારને 1 કરોડ રૂપિયા જેટલી રકમ આપવામાં આવે. સાથે જ અન્ય 14 જેટલા મહત્વના મુદ્દાઓનું પણ સમાધાન આવે. આ જ માગણી (Demand of Ex soldiers ) સાથે તેઓ મુખ્યપ્રધાનને આવેદનપત્ર આપશે.

આ પણ વાંચો-નિવૃત્ત આર્મી જવાનો પહોંચે તે પહેલા સચિવાલય બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

માગ નહીં સંતોષાય તો થશે હડતાળ - તેમણે જણાવ્યું હતું કે, તેમણે પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને પણ આ અંગે આવેદનપત્ર આપ્યું હતું, પરંતુ હજી સુધી તે મુદ્દાઓનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને આના કારણે ફરીથી આજે તેઓ વિરોધ નોંધાવવા માટે મજબૂર બન્યા છે. જો હજી પણ સરકાર તેમની વાત નહીં માને તો તેઓ આગળના સમયમાં હડતાળ કે ઘણાં એવા કાર્યક્રમો પણ કરે તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો-શું ખરેખર વિકસિત ગુજરાતમાં હજી પણ યુવાનો રોજગારીની શોધમાં ભટકી રહ્યા છે, કૉંગ્રેસે કર્યો આક્ષેપ

પડતર માગણીઓ અંગે પૂર્વ સૈનિકોનો વિરોધ - પૂર્વ સૈનિકો સરકાર સમક્ષ રહેલી પોતાની પડતર માગણીઓને (Demand of Ex soldiers ) લઈને એકઠા થયા હતા. આ અંગે મળતી માહિતી પ્રમાણે, પોલીસે કેટલાક પૂર્વ સૈનિકોની અટકાયત કરી હતી. એટલું જ નહીં પોલીસે પૂર્વ સૈનિકોની રેલીને પણ અટકાવી દીધી હતી. બીજી તરફ પૂર્વ સૈનિકોએ પોલીસની બસને ઘેરી લીધી અને તેને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો.

શાહીબાગમાં શહીદ સ્મારક નજીક પૂર્વ સૈનિકો દ્વારા સૈનિક સન્માન યાત્રાનું (Soldier Honor Journey) પણ આયોજન કરાયું છે. પૂર્વ સૈનિકો અને શહીદ પરિવારના હક્કને લઈને સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તેને પોલીસ મંજૂરી મળી નથી. પૂર્વ સૈનિક હિત માટે વિવિધ કલ્યાણલક્ષી મુદ્દાઓની લડત શરૂ કરી હતી. શાહીબાગ શહીદ સ્મારકથી ગાંધીનગર સચિવાલય સુધી સન્માન યાત્રાનું (Soldier Honor Journey) આયોજન કરાયું છે.

ABOUT THE AUTHOR

...view details