ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગુજાર્યું દુષ્કર્મ

યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાનો વધુ એક કિસ્સો માંજલપુર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે શું છે સમગ્ર મામલો જોઈએ આ રિપોર્ટમાં.

અમદાવાદમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગુજાર્યું દુષ્કર્મ
અમદાવાદમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગુજાર્યું દુષ્કર્મ

By

Published : Feb 20, 2021, 10:12 PM IST

  • દુષ્કર્મનો વધુ એક કિસ્સો માંજલપુર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો
  • યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજાર્યું હતુ
  • યુવતીએ નોંધાવી હતી ફરિયાદ

અમદાવાદઃ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાનો વધુ એક કિસ્સો માંજલપુર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે શું છે સમગ્ર મામલો જોઈએ આ રિપોર્ટમાં.યુવતીને પ્રેમજાળમાં ફસાવનાર જુનાપાદરા રોડની ખાનગી હોસ્પિટલના કર્મચારી યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને બપોરના સમયે તેની હોસ્પિટલમાં બોલાવી હતી અને બાદમાં દુષ્કર્મ ગુજાર્યો હતો. યુવતી પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યા બાદ યુવકે લગ્નનો ઈન્કાર કરતા પ્રેમિકા યુવતીએ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જુનાપાદરા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા અમીત જશુભાઈ પરમાર સાથે યુવતીનો પરિચય થયો હતો. અમીતે યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે લગ્ન કરવાનો વિશ્વાસ આપ્યો હતો. યુવતીની મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા.

અમદાવાદમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગુજાર્યું દુષ્કર્મ

યુવતીએ પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ

યુવતીએ વારંવાર લગ્નની વાત કરવા છતા અમીત લગ્નની વાત ટાળી દેતો હતો. 18 મી જાન્યુઆરીએ પણ અમીતે બપોરના સમયે તેની ફરજના સ્થળે હોસ્પિટલમાં યુવતીને બોલાવી હતી અને તેની પર વધુ એક દુષ્કર્મ ગુજાર્યો હતો. યુવતીએ ફરીથી લગ્નની વાત કરતા તેણે સામાજિક કારણોને આગળ ધરી યુવતીને પત્ની તરીકે સ્વીકારવાનો અને લગ્નનો ઈન્કાર કર્યો હતો. જેથી યુવતી ભાંગી પડી હતી આ બનાવની યુવતીએ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અમીત પરમાર સામે દુષ્કર્મ અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી હતી.

ABOUT THE AUTHOR

...view details