ગુજરાત

gujarat

ETV Bharat / city

Crime In Ahmedabad: અમદાવાદના રામોલમાં વ્યાજખોરોનો આતંક, 10 લાખ રૂપિયા વ્યાજે લીધા - યુવકે 60 લાખ ચૂકવ્યા છતાં માર્યો માર - અમદાવાદમાં ફાઇનાન્સ બિઝનેસ

અમદાવાદના રામોલમાં મકાન દલાલી કરતા યુવકે ધંધા માટે 10 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. વ્યાજખોરે યુવક પાસેથી 60 લાખ વસૂલ્યા હતા અને વધુ 40 લાખ આપવા માટે ધમકીઓ આપતો હતો. યુવક એટલા પૈસા ચૂકવી ન શકતા વ્યાજખોરોએ યુવકનું અપહરણ (Crime In Ahmedabad) કરીને માર માર્યો હતો.

અમદાવાદના રામોલમાં વ્યાજખોરોનો આતંક, 10 લાખની સામે યુવકે 60 લાખ ચૂકવ્યા છતાં માર્યો માર
અમદાવાદના રામોલમાં વ્યાજખોરોનો આતંક, 10 લાખની સામે યુવકે 60 લાખ ચૂકવ્યા છતાં માર્યો માર

By

Published : Apr 1, 2022, 10:53 PM IST

અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં વ્યાજખોરોનો ફરી એકવાર આતંક (Crime In Ahmedabad) જોવા મળી રહ્યો છે. જમીન મકાનની દલાલી (Land real estate brokerage Ahmedabad) કરતા યુવકે મકાન લેવા તેમજ ધંધા અર્થે લીધેલા 10 લાખની સામે પોતાની મિલકત વેચીને 60 લાખ આપ્યા તે છતાં વ્યાજખોરે વધુ 40 લાખની માંગણી કરીને યુવકનુ અપહરણ (Kidnapping In Ahmedabad) કરી ઢોર માર માર્યો હતો. આ મામલે રામોલ પોલીસે 5 લોકો સામે અપહરણ અને મની લોન્ડરિંગની (Money laundering In Ahmedabad) ફરિયાદ નોંધી છે.

રામોલ પોલીસે 5 લોકો સામે અપહરણ અને મની લોન્ડરિંગની ફરિયાદ નોંધી છે.

60 લાખ ચૂકવ્યા, વધુ 40 લાખની કરતા હતા માંગ- વસ્ત્રાલમાં રહેતા મેહુલ દેસાઈ જમીન-મકાનની દલાલીનું કામ કરે છે. ધંધા અર્થે તેઓને પૈસાની જરૂર હોવાથી 5 વર્ષ પહેલા મકાન ખરીદવાનું હોવાથી તેમજ ધંધામાં પૈસાની જરૂર હોવાથી વિરાટનગરમાં રહેતા અને ફાઈનાન્સનો ધંધો (Finance business In Ahmedabad) કરતા દિનેશ દેસાઈ પાસેથી 10 ટકા વ્યાજે 10 લાખ રૂપિયા લીધા હતા. જેની સામે અત્યાર સુધીમાં 60 લાખ ચુકવી દીધા હોવા છતાં દિનેશ દેસાઈ અવારનવાર ફોન કરી વધુ 40 લાખ રૂપિયાની માંગ કરતા હતા અને ધમકીઓ આપતા હતા.

આ પણ વાંચો:રાજકોટના કુખ્યાત વ્યાજખોર અને ભૂમાફિયા ભૂપત ભરવાડનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું

અપહરણ કરીને બેલ્ટ તેમજ ડંડાથી માર મારવામાં આવ્યો- 31મી માર્ચનાં રોજ મેહુલ દેસાઈ ઘરે હાજર હતા તે સમયે દિનેશ દેસાઈએ ફોન કરીને તેમને ઘરની બહાર બોલાવ્યા હતા. ત્યારબાદ આરોપી અર્પણે ફોન કરી ફરિયાદીને રોડ પર બોલાવી કારમાં બેસાડી ગાળાગાળી કરી પૈસાની માંગ કરી હતી. જે બાદ ફરિયાદીનું અપહરણ કરીને વસ્ત્રાલ નિરાંત ચાર રસ્તા તરફથી વિરાટનગર દિનેશ દેસાઈની ઓફિસે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં દિનેશ દેસાઈ, રિન્કુ દેસાઈ, અર્પણ અને ચિરાગ નામના વ્યક્તિઓ હાજર હતા. આરોપીઓએ ભેગા મળી બેલ્ટ અને ડંડાથી મેહુલ દેસાઈને માર મારી તે જ સમયે 5 લાખ રૂપિયાની માગ કરી હતી.

2 દિવસમાં હિસાબ ચુકતે ન કર્યો તો જાનથી મારી નાંખીશું- તે સમયે મેહુલ દેસાઈએ ભાગવાનો પ્રયાસ કરતા આરોપીઓએ ભેગા મળીને ફરિયાદીને ગાડીમાં બેસાડી 2 દિવસમાં હિસાબ ચુકતે નહીં કરે તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી. આરોપીઓ સાંજના સમયે ઘર આગળ મેહુલ દેસાઈને ઉતારી ભાગી ગયા હતા. આ મામલે રામોલ પોલીસ સ્ટેશન (Ramol Police Station)માં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે રામોલ પોલીસે આરોપીઓ સામે અપહરણ અને ગુજરાત નાણાની ધીરનાર કરનારા બાબત અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

આ પણ વાંચો:3 ગણું વ્યાજ વસૂલવા પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજખોરને પોલીસે ઝડપ્યો

આરોપી રાજકીય વગ ધરાવે છે-જો કે આરોપી દિનેશ દેસાઈ રાજકીય વગ ધરાવતો હોવાનો આક્ષેપ ફરિયાદી દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ આરોપીને સમાજના વડીલો દ્વારા સમાધાન માટે દબાણ પણ કરાતો હોવાનો આક્ષેપ કરાતા હાલ રામોલ પોલીસે આરોપીઓને પકડવા તજવીજ તેજ કરી છે. ત્યારે જોવાનું રહ્યું કે આરોપીઓ પોલીસની ગિરફ્તમાં ક્યારે આવે છે.

ABOUT THE AUTHOR

...view details