- યુવતી સાથે બીભત્સ ચેનચાળા કરી છેડતી
- છેડતી કરનાર CCTVમાં કેદ
- પોલીસે આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: ગુરુવારે નવરંગપુરા વિસ્તારમાં ચિરાગ ભાટી નામનો યુવક તેનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે સામવેદ હોસ્પિટલ પાસે યુવતી ઉભી હતી. તેની યુવકે બીભત્સ શબ્દો બોલીને અને વર્તન કરીને છેડતી કરી હતી. જે મામલે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે CCTV ફૂટેજને આધારે આરાપીની ધરપકડ કરી હતી.