- RTEના નિયમ અનુસાર દિવસના 8 કલાક અને અઠવાડિયાના 45 કલાક કામગીરી કરવાની રહેશે
- રાજ્યના અનેક જિલ્લા શિક્ષણ અધિકારીએ સરકારી પ્રથમિક સ્કૂલોને કર્યો આદેશ
- અત્યાર સુધી શિક્ષકો સવારે 11થી 5 એટલેકે સ્કૂલ છૂટે ત્યાં સુધી જ શાળામાં હાજર રહેતા હતા
અમદાવાદ- રાજ્યના પ્રાથમિક શિક્ષકોએ ફરજીયાત 8 કલાક સ્કૂલમાં હાજરી આપવી પડશે. RTEના નિયમ અનુસાર દિવસના 8 કલાક અને અઠવાડિયાના 45 ક્લાક કામગીરી કરવાની રહેશે. રાજ્યના અનેક જિલ્લા શિક્ષણ અધિકારીએ સરકારી પ્રથમિક સ્કૂલોને આદેશ કર્યો છે.
આ પણ વાંચો- શિક્ષક સજ્જતા કસોટીનો બહિષ્કાર કરતાં વડોદરાના પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો
આનુષાંગિક કામગીરી સહિતના શિક્ષક દીઠ અઠવાડિયાના 45 કલાકની કામગીરી કરવાની રહેશે
રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંમ્પલસરી એજ્યુકેશન એક્ટ-2009 અંતર્ગત પ્રાથમિક શાળામાં તૈયારી માટે તથા અન્ય આનુષાંગિક કામગીરી સહિતના શિક્ષક દીઠ અઠવાડિયાના 45 કલાકની કામગીરી કરવાની રહેશે, એટલે કે દિવસની શાળાઓમાં સોમથી શુક્ર દરમિયાન દરરોજ આઠ ક્લાક કામગીરી કરવાની રહેશે. શનિવારે 5 ક્લાકની કામગીરી કરવાની રહેશે તેવી જોગવાઈ છે.
હવે સ્કૂલમાં ફરજીયાત 8 કલાક હાજરી આપવી પડશે આ પણ વાંચો- શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં નવસારીમાં અગ્રેસર, જિલ્લાના 81.08 ટકા શિક્ષકોએ આપી પરીક્ષા
નિયમોની વાતો કરતાં શિક્ષકો કેમ શાળામાં 8 કલાક હાજરી આપતા નથી
આ ઉપરાંત સરકારના અન્ય તમામ વિભાગોમાં પણ નોકરી ફરજનો સમય ઓછોમાં ઓછો 8 કલાકનો હોય છે, પરંતુ નિયમોની વાતો કરતાં શિક્ષકો કેમ શાળામાં 8 કલાક હાજરી આપતા નથી. ત્યારે આ મામલે આગામી દિવસમાં ફરીથી શિક્ષકોમાં વિરોધના સુર જોવા મળી શકે છે. કારણ કે, શિક્ષક સંઘ દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો નથી. જ્યારે આ મામલે આગામી સમયમાં શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવશે તેવી માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી છે.