અમદાવાદ : અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક(Meeting of Rashtriya Swayamsevak Sangh) 11 માર્ચથી 13 માર્ચ દરમિયાન યોજાવા જઈ રહી છે. આ બેઠક સંઘની સૌથી મહત્વપૂર્ણ બેઠક(importance of the meeting) છે અને તેમાં આગામી વર્ષ માટેની યોજનાને આખરી ઓપ આપવામાં આવશે. આ વર્ષે બેઠકમાં ગુજરાતમાં કોરોના પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને કાર્યકરોની અપેક્ષિત સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Mohan bhagwat on hindu: RSS પ્રમુખે કહ્યું- હિંદુ વગર ભારત નથી અને ભારત વગર હિંદુ નથી
ડૉ. મોહન ભાગવત પણ રહેશે હાજર
આ ત્રિ-દિવસીય બેઠકમાં ડૉ.મોહન ભાગવત, દત્તાત્રેય હોસબલે, કૃષ્ણ ગોપાલજી, મનમોહન વૈદ્ય, મુકુંદજી, રામદત્તજી, અરુણ કુમાર અને સંઘના અન્ય તમામ અધિકારીઓ ભાગ લેશે. પ્રાંતોમાંથી ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ, બધા જ પ્રાંતોમાંથી પ્રાંત સંઘચાલક, પ્રાંત કાર્યવાહ, પ્રાંતના પ્રચારક તથા સંઘ દ્વારા પ્રેરિત વિવિધ સંગઠનોના સંગઠન મંત્રીઓ તેમજ તેમના સહયોગી કાર્યકર્તાઓ પણ બેઠકમાં અપેક્ષિત છે.