અમદાવાદઃ જુલાઈથી સપ્ટેમ્બરના સમાન ગાળામાં ગયા વર્ષ દરમિયાન ઇ-ટિકિટ સહિત કુલ 2099 ટિકિટો ગેરકાયદે ઝડપાઈ હતી. જેમાં 50.16 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યાં હતાં અને 146 કેસોમાં 171 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. તેથી ગયા વર્ષની તુલનામાં ધરપકડ કરાયેલા વ્યક્તિઓની સંખ્યા, જપ્ત કરેલી ટિકિટની સંખ્યા અને ઇ-ટિકિટના મૂલ્યમાં આ વર્ષે નોંધપાત્ર વધારા સાથે કેસની સંખ્યા ડબલ કરતાં પણ વધુ છે.
વેસ્ટર્ન રેલવેની ખાસ ડ્રાઈવમાં 87 લાખ રૂપિયાની ગેરકાયદે ટિકિટો ઝડપાઈ - આઈઆરસીટીસી
વેસ્ટર્ન રેલવેની ટિકિટ ચેકિંગ ડ્રાઈવમાં 5547 ગેરકાયદે ટિકિટ ઝડપાઇ હતી. જેમાં ઇ-ટિકિટો તેમજ જર્ની-કમ-રિઝર્વેશન ટિકિટનો સમાવેશ થાય છે. જુલાઈથી સપ્ટેમ્બર, 2020ના ગાળા દરમિયાન વેસ્ટર્ન રેલવેના રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ડ્રાઈવ દરમિયાન 298 કેસોમાં રૂ. 87.55 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને 315 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.
સ્પેશિયલ ડ્રાઇવ્સ દરમિયાન એવું જોવા મળ્યું હતું કે, રીઅલ મેંગો સોફ્ટવેરના ઉપયોગ દ્વારા ઇ-ટિકિટ બૂક કરાવવાની કામગીરી કરવામાં આવે છે. આ વિશેષ ડ્રાઇવ્સ જુલાઈથી સપ્ટેમ્બર, 2020ના સમયગાળા દરમિયાન હાથ ધરવામાં આવી હતી. ગેરકાયદે ટિકિટ બુક કરાવવાની માહિતી મળ્યાં બાદ, ડિટેક્ટીવ વિંગ / આરપીએફ ક્રાઈમ બ્રાંચ, સાયબર સેલ અને વિભાગોના સમર્પિત સ્ટાફની વિશેષ ટીમો બનાવવામાં આવી હતી અને વિશેષ ડ્રાઇવ્સ બનાવવામાં આવી હતી.
એવું જાણવા મળ્યું હતું કે, નકલી આઈડીનો ઉપયોગ કરનારા કેટલાક અધિકૃત આઈઆરસીટીસી એજન્ટો સહિત અને રીઅલ મેંગો જેવા ગેરકાયદેસર સોફ્ટવેરનો ઉપયોગ કરીને નિર્દોષ પ્રવાસીઓ પાસેથી વધારાના પૈસા વસૂલતાં અનેક નકલી આઈડીનો ઉપયોગ કરીને ટિકિટનું ગેરકાયદે બૂકિંગ કરાયું હતું.
પશ્ચિમ રેલવેએ તેમના ગ્રાહકોને તેમના પ્રવાસની ટિકિટ ફક્ત અધિકૃત સ્રોતોથી ખરીદવા વિનંતી કરી છે. વેસ્ટર્ન રેલ્વે દ્વારા ટિકિટ ખરીદવા અંગે પ્રવાસી જાગૃતિ અભિયાન પણ યોજવામાં આવ્યાં છે.