જો રેલવે કર્મચારીઓને બોનસ નહીં અપાય તો કર્મચારીઓ કરશે આંદોલન
કોરોના વાઇરસને કારણે ઘણા નોકરીયાતોનો પગાર અડધો થઇ ગયો છે. ત્યારે સંસદ સભ્યો અને વિધાનસભ્યોના પગારમાં પણ 30 ટકા જેટલો કાપ મૂકાયો છે. પરંતુ રેલવેની સેવાઓ મજૂરો માટે લોકડાઉન દરમિયાન પણ ચાલુ હતી. ત્યારે રેલવે કર્મચારી સંગઠનોએ માગ કરી છે કે, રેલ કર્મચારીઓને બોનસ આપવામાં આવે. જો કે રેલવેએ હજી સુધી કર્મચારીઓની માગણી સ્વીકારી નથી.
જો રેલવે કર્મચારીઓને બોનસ નહીં અપાય તો કર્મચારીઓ આંદોલન કરશે
અમદાવાદઃ રેલવે કર્મચારી યુનિયનના આગેવાનો કહેવું છે કે, આ બોનસ તેઓ ચાલુ વર્ષનું નથી માગી રહ્યાં. તેઓ વર્ષ 2019-20નું બોનસ માગી રહ્યાં છે. રેલવે કોરોના વાઇરસનું નામ આપીને અત્યારે કર્મચારીઓને બોનસ આપી નથી રહ્યું, પરંતુ તે વખતે કોરોના વાઇરસ નહોતો. જો રેલવે બોનસ આપશે તો લોકડાઉનમાં રેલવે કર્મચારીઓએ કરેલી પ્રશંસનીય કામગીરી બદલ કર્મચારીઓનો ઉત્સાહ વધશે. ઉપરાંત તહેવારોમાં કર્મચારીઓને બોનસ મળતાં તેઓ પણ ખરીદી કરી શકશે, અને પરિણામે આ મંદીમાં બજારમાં પૈસા ફરતાં થશે.